smita patil birthday special raj babbar love story see pics
  • Home
  • Photo Gallery
  • PHOTOS: પહેલી પત્નીને છોડી બીજી સાથે પરણ્યો, એનું નિધન થયું તો ફરી પહેલી પાસે જતો રહ્યો

PHOTOS: પહેલી પત્નીને છોડી બીજી સાથે પરણ્યો, એનું નિધન થયું તો ફરી પહેલી પાસે જતો રહ્યો

 | 12:29 pm IST

બોલિવૂડની ખુબ સુંદર અદાકારા સ્મિતા પાટિલનો આજે 17 ઓક્ટોબરે જન્મદિવસ છે. 1952માં ઘૂંઘરૂ ફિલ્મથી તેણે ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી. જે તેના ફિલ્મને લઈ જેટલી ફેમસ હતી એના કરતાં વધારે તે રાજ બબ્બરને લઈ ચર્ચામાં રહી. 80ના દશકામાં રાજ બબ્બર એક એવો હીરો હતો કે છોકરીઓ તેની એક ઝલક જોવા માટે તલપાપડ હતી. પરંતુ રાજ બબ્બર સ્મિતા પાટિલનો દીવાનો હતો.

રાજ બબ્બર એટલો દીવાનો હતો કે તેણે સ્મિતા માટે પહેલી પત્ની નાદિરાને છોડવાનો પણ નિર્ણય કરી લીધો હતો. રાજ પણ ફિલ્મો સિવાય તેની પર્સનલ લાઈફને લઈ વધુ ચર્ચામાં રહ્યો. જ્યારે રાજ બબ્બર સ્ટ્રગલ કરતા હતા ત્યારે જ તેને નાદિરા સાથે પ્રેમ થયો અને પછી 1975માં લગ્ન કરી લીધા.

નાદિરા પછી રાજ બબ્બરને બીજી વાર પ્રેમ થયો. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ ભીગી પલ્કે વખતે રાજ બબ્બર અને સ્મિતા પાટિલ વચ્ચે પ્રેમ થયો હતો. ત્યારે બંન્ને લવ-ઈન-રિલેશનશીપમાં રહેવા લાગ્યા. થોડા સમય બાદ નાદિરાને છોડી રાજે સ્મિતા સાથે લગ્ન કરી લીધા.

રાજ બબ્બરને ત્રણ બાળકો હતા. જૂહી, આર્ય અને પ્રતિક બબ્બર. જૂહી અને આર્યા નાદિરાના અને પ્રતિક સ્મિતાનો છે. જ્યારે સ્મિતાનું નિધન થયું તો રાજ બબ્બર ફરીથી પહેલી પત્ની નાદિરા પાસે જતાં રહ્યા હતાં. તો એનાં કારણે પ્રતીક અને રાજ બબ્બર વચ્ચે ઘણો વિવાદ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન