સ્મૂધીઝથી તબિયત બગડે કે સુધરે? - Sandesh
  • Home
  • Kids Corner
  • સ્મૂધીઝથી તબિયત બગડે કે સુધરે?

સ્મૂધીઝથી તબિયત બગડે કે સુધરે?

 | 12:07 am IST

એ દિવસ સરસ મજાનો હતો. હું બહાર ફ્રી રહ્યો હતો. મને લાગી તરસ. હું મારી પ્યાસ બૂઝાવવા એક કેફેમાં પહોંચ્યો. અને મને સૌથી પહેલો વિચાર આવ્યો મારા અતિ પ્રિય એવા મેન્ગો સ્મૂધીનો. આ પીણું સ્વાદિષ્ટ, તૃપ્ત કરનારું હોવા ઉપરાંત પૌષ્ટિક અને હેલ્ધી હોવાનું માનવામાં આવે છે, પરંતુ શું વાસ્તવમાં એવું છે ખરું? શું જે કંઈ ખૂબ વેચાય છે અને લોકપ્રિય છે તે બધું ખરા અર્થમાં આરોગ્યવર્ધક હોય છે? સાચું કહું તો સ્મૂધી મને એટલું બધું ભાવે છે કે પછી હું એના લાભ-ગેરલાભ વિશે ઝાઝું વિચારું તેવો નથી. પણ અત્યારે જ્યારે હું તેના વિશે વિચારવા બેઠો જ છું ત્યારે મારે સમજવું રહ્યું, અને સમજાવવું રહ્યું, કે અસલમાં સ્મૂધીઝની ન્યૂટ્રિશનલ વેલ્યુ કેટલી છે, કેવી છે.

પહેલી વાત તો એ કે ફ્ળોમાં શર્કરા ભરપૂર હોય છે અને સ્મૂધીઝના એક જ ગ્લાસમાં અનેક ફ્ળોની શર્કરા કોન્સન્ટ્રેટેડ રીતે એકઠી થાય છે. ફ્ળનો રસ કઢાય કે તેને બ્લેન્ડ કરાય ત્યારે તેમાંથી નીકળતી શર્કરા ફિઝ્ઝી ડ્રિંક્સમાંની શર્કરા જેટલી જ હાનિકારક હોય છે. તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે ફ્રૂટ સ્મૂધીના એક ગ્લાસમાં શુગર અને કેલરીનું પ્રમાણ કોલાના પીણાંના ગ્લાસ કરતાં પણ વધારે હોય છે.

સરવાળે સ્મૂધીઝને લીધે, ખાસ તો એમાંની શર્કરાને લીધે, આરોગ્યની કેટલીક સમસ્યાઓ પેદા થાય છે, જેમ કે, દાંત સડવા, ટાઈપ ૨ ડાયાબિટીસ અને સ્થૂળતા.

આથી હવે પછી તમે સ્મૂધીનો ઓર્ડર કરશો ત્યારે ‘ફ્રૂટ્સ તો હેલ્થ માટે બહુ સારાં’ એવું માનીને સ્મૂધીને ‘આરોગ્યવર્ધક’ માનવાની ભૂલ ન કરશો અને સ્મૂધીઝને તમારા રોજના પીણાં તરીકે સ્થાન આપવાની ભૂલ તો બિલકુલ ન કરશો. આવું કહેતાં મને દુઃખ તો થાય છે, પણ શું થાય? આફ્ટરઓલ, તંદુરસ્ત રહેવા માટે શાણપણ જરૂરી છે.

આરોગ્યને લગતી આવી સાચી અને ખાસ તો ખોટા ભ્રમને ભાંગતી વાતો જાણવા માટે સોની બીબીસી અર્થ પર જુઓ “ટ્રસ્ટ મી આઈ એમ અ ડોક્ટર”, જે બાફ્ટા એવોર્ડ-વિજેતા પ્રસ્તુતકર્તા માઈકલ મોસલીના સૂત્રસંચાલનમાં પ્રસારિત થાય છે.

ભારતમાં કોલકતા ખાતે જન્મેલા માઈકલ મોસલીએ મેડિસિનનો ઊંડો અભ્યાસ કર્યો છે. ૧૯૯૫માં તેઓ મેડિકલ જર્નલિસ્ટ ઓફ ધ યર ઘોષિત થયેલા. આરોગ્યને લગતી વૈજ્ઞાનિક, માહિતીસભર અને રોજબરોજના જીવનમાં કામમાં આવે એ પ્રકારની વાતો તેઓ લોકો સાથે શેર કરતા રહે છે.

Special Feature