smriti irani reaction on thappad trailer film of taapsee pannu
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘થપ્પડ’નું ટ્રેલર જોઈને સ્મૃતિ ઈરાનીનો ગુસ્સો સાતમા આસમાને, લાલચોળ થઈને કહ્યું કે….

‘થપ્પડ’નું ટ્રેલર જોઈને સ્મૃતિ ઈરાનીનો ગુસ્સો સાતમા આસમાને, લાલચોળ થઈને કહ્યું કે….

 | 1:48 pm IST

બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુની આવનારી ફિલ્મ થપ્પડનું ટ્રેલર રીલિઝ કરવામાં આવી ગયું છે. લોકોનો સારે પ્રતિસાદ પણ મળી રહ્યો છે. હવે સ્મૃતિ ઈરાનીએ પણ આ ટ્રેલર જોયું અને ગુસ્સે થઈ ગઈ છે. સમાજ પર ગુસ્સો કાઢતાં સ્મૃતિ ઈરાનીએ મહિલા વિશે બે શબ્દો કહ્યા છે.

સ્મૃતિ ઈરાની ટ્રેલર જોઈને ભાવુક થઈ ગઈ. સમાજ પર ગુસ્સો કાઢતાં લખ્યું કે, કેટલા લોકોએ સાંભળ્યું છે મહિલાઓને જ એડજસ્ટ કરવું પડે છે. કેટલા લોકો એવું વિચારે છે કે, માર-પીટ માત્ર ગરીબ મહિલાના જ પતિઓ કરે છે. કેટલા લોકો એવું માને છે કે, શિક્ષિત લોકો પોતાની પત્ની પર હાથ ઉપાડતાં જ નથી. કેટલા લોકો પોતાની દીકરી અને વહુને એવું કહે છે કે, ના દીકરી આવું તો અમારી સાથે પણ થયું છે. જુઓ અમે અત્યારે કેટલા ખુશ છીએ.

ઈરાનીએ આગળ લખ્યું કે, હું કોઈ નિર્દેશકની રાજનીતિ વિચારધારા નથી જોતી કે પછી કોઈ એક્ટર સાથે અસહેમત હોઈ શકું છું. પરંતુ એટલું પાક્કું છે કે, હું આ ફિલ્મ જોઈશ અને મને આશા છે કે, લોકો આ ફિલ્મ પરિવાર સાથે જઈને જોશે. એક મહિલાને મારવું ઠીક નથી. એક થપ્પડ પણ નહીં. એક પણ થપ્પડ નહી…

થપ્પડ ફિલ્મના ટ્રેલર બાદ સોશિયલ મીડિયા પર પણ અવનવા રિએક્શન આવી રહ્યા છે. કબીર સિંહ ફિલ્મને પણ ટાર્ગેટ કરવામાં આવી હતી. તેમજ એક મહિલાએ વીડિયો અપલોડ કરીને પોતાના પર થયેલી ઘરેલું હિંસા વિશે પણ વાત કરી હતી.

આ વીડિયો પણ જુઓ: LRD ભરતી મુદ્દે જામનગરમાં આક્રોશ રેલી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન