મોદી કેબિનેટમાં ફેરફાર: પિયૂષ ગોયેલ બન્યા નાણાંમંત્રી, સ્મૃતિ પાસેથી આંચકી લેવાયું મંત્રાલય - Sandesh
  • Home
  • Featured
  • મોદી કેબિનેટમાં ફેરફાર: પિયૂષ ગોયેલ બન્યા નાણાંમંત્રી, સ્મૃતિ પાસેથી આંચકી લેવાયું મંત્રાલય

મોદી કેબિનેટમાં ફેરફાર: પિયૂષ ગોયેલ બન્યા નાણાંમંત્રી, સ્મૃતિ પાસેથી આંચકી લેવાયું મંત્રાલય

 | 9:33 pm IST

મોદી કેબિનેટમાં મોટા ફેરફાર થયા છે. અરૂણ જેટલીની ખરાબ તબિયતને જોતા પિયૂષ ગોયલને રેલવે મંત્રાલયની સાથો સાથ નાણાંમંત્રાલયનો પણ અસ્થાયી પ્રભાર આપવામાં આવ્યો છે. આ સિવાય સ્મૃતિ ઇરાની પાસેથી માહિતી પ્રસારણ મંત્રાલયનો કાર્યભાર છીનવીને રાજવર્ધન સિંહ રાઠોરને તેનો સ્વતંત્ર કાર્યભાર સોંપવામાં આવ્યો છે.

આપને જણાવી દઇએ કે આની પહેલાં રાજ્યવર્ધન સિંહ રાઠોરની પાસે રાજ્યમંત્રીનો જ દરજ્જો હતો. સોમવારના રોજ એમ્સમાં અરૂણ જેટલીનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું છે. તેમની સ્થિતિ સ્થિર બતાવામાં આવી રહી છે. જેટલીની અનુપસ્થિતિમાં ખૂબ જ અગત્યના નાણાં મંત્રાલયના કામકાજને અસર થતી દેખાતા પિયૂષ ગોયલને વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.

https://twitter.com/ANI/status/996058124216811520
એસએસ આહલુવાલિયા પાસેથી પેયજળ અને સ્વચ્છતા રાજ્યમંત્રી પ્રભાર પાછો લઇને તેમણે સૂચના અને પ્રૌદ્યોગિકી રાજ્ય મંત્રી બનાવામાં આવ્યા છે. કે અલ્ફોંસ પાસેથી ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્ય મંત્રીનો દરજ્જો પાછો લઇ લીધો છે. જેટલીની તબિયત સારી ના થાય ત્યાં સુધી પિયૂષ ગોયલ નાણાંમંત્રાલયની જવાબદારી પણ સંભાળશે. સ્મૃતિ ઇરાની પાસે હવે કાપડ મંત્રાલયનો જ પ્રભાર રહેશે. સ્મૃતિ ઇરાનીની પાસે હવે કપડાં મંત્રાલયની જ જવાબદારી રહેશે.

આપને જણાવી દઇએ કે અરૂણ જેટલીનું સોમવારના રોજ અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS)માં કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળ રહ્યું. હોસ્પિટલનું કહેવું છે કે હવે તેમની સ્થિતિ સ્થિર છે. એમ્સના મીડિયા એન્ડ પ્રોટોકોલ ડિવિઝનના ચેરપર્સન અને ડૉકટર આરતી વિજ એ કહ્યું કે કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળ રહ્યું. કિડની દાન કર્તા અને પ્રાપ્તકર્તા બંનેની સ્થિતિ સ્થિર છે.