Smriti Irani tweets after defeating Rahul Gandhi in Amethi
  • Home
  • Election 2019
  • સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને આપ્યો સણસણતો જવાબ, કહ્યું કે…

સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને આપ્યો સણસણતો જવાબ, કહ્યું કે…

 | 7:34 pm IST

‘કૌન કહેતા હૈ કી આસમાન મેં સુરાખ નહીં હો શકતા’ આ શબ્દો છે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને તેમના જ ગઢ અમેઠીમાં હરાવીને સ્મૂતિએ ઈરાનીએ આ શબ્દો લખ્યા હતા. અમેઠીનું અંતિમ પરિણામ હજુ સુધી આવ્યું નથી. પણ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની હાર સ્વીકારી લીધી છે. જે બાદ સ્મૃ઼તિ ઈરાનીએ આ પ્રતિક્રિયા આપી હતી. છેલ્લી ત્રણ ચૂંટણીઓથી રાહુલ ગાંધી અમેઠીથી જીતતાં આવ્યા છે, પણ આ વખતે સ્મૃતિ ઈરાનીએ રાહુલની પરંપરાગત સીટ પર ગાબડું પાડી દીધું હતું.

અમેઠીમાં હાલ સ્મૃતિ ઈરાની 33 હજાર વોટોથી આગળ ચાલી રહ્યા છે. સ્મૃતિને અત્યાર સુધી 286504 કો રાહુલ ગાંધીને 253503 વોટ મળ્યા છે. લાંબા સમય બાદ એવું થશે કે અમેઠીથી ગાંધી પરિવારનો કોઈ સભ્ય હાર્યો હોય. રાહુલ ગાંધી 2004, 2009 અને 2014માં અમેઠીથી સતત જીત મેળવી હતી.

2014માં સ્મૃતિ ઈરાનીએ અમેઠીથી ચૂંટણી લડી હતી, પણ તે સમયે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં સ્મૃતિએ અમેઠીનો પીછો છોડ્યો ન હતો, અને સતત અમેઠીનો પ્રવાસ કરતા રહ્યા હતા. અને આ જ કારણ છે કે, આ વખતે લડાઈ દિલચસ્પ બની હતી, અને અંતે સ્મૃતિએ બાજી મારી લીધી હતી.

ગુરુવારે સાંજે રાહુલ ગાંધીએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં નરેન્દ્ર મોદીને શુભકામના પાઠવી હતી. અને સાથે જ અમેઠી પર રાહલે કહ્યું કે, આજે સ્મૃતિજી અમેઠીમાં જીત્યા છે, હું તેમને અભિનંદન પાઠવું છું.

અમેઠીની સીટ પરથી ગાંધી પરિવારના દિગ્ગજ ચૂંટણી લડી ચૂક્યા છે. રાહુલ ગાંધી પહેલાં સંજય ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી ચૂંટણી લડ્યા છે, અને જીત્યા છે. સંજય ગાંધીના મોત બાદ તેમની પત્ની મેનકા ગાંધી પણ આ સીટથી ચૂંટણી લડી ચૂક્યા છે, પણ રાજીવ ગાંધીના મુકાબલે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

આ Video પણ જુઓ : બિહાર,ઉત્તરાખંડ સહીત અન્ય રાજ્યોમાં કોંગ્રેસને એક પણ મત ના મળ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન