બેડરૂમ સીન કરનાર શરમાળ સ્મૃતિએ lip lock સીન કરવાની કહી 'ના', જાણો કારણ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • બેડરૂમ સીન કરનાર શરમાળ સ્મૃતિએ lip lock સીન કરવાની કહી ‘ના’, જાણો કારણ

બેડરૂમ સીન કરનાર શરમાળ સ્મૃતિએ lip lock સીન કરવાની કહી ‘ના’, જાણો કારણ

 | 12:16 pm IST

સ્ટાર પ્લસનો ‘શો દિલ સંભલ જા ઝરા’ અને તેની અભિનેત્રી સ્મૃતિ કાલરા અવારનવાર ચર્ચામાં રહે છે. સીરિયલની વાર્તા ઉપરાંત સ્મૃતિ અને સંજય કપૂર વચ્ચેના બેડરૂમ સીનના કારણે આ શો છેલ્લા ઘણા સમયથી ચમક્યો છે. જો કે હાલ થઈ રહેલી ચર્ચાનું કારણ સ્મૃતિનું એક નિવેદન છે. સીરિયલમાં અગાઉ સંજય કપૂર સાથે ઈન્ટીમેટ સીન આપી ચુકેલી સ્મૃતિ કાલરાએ હવે કિસીંગ સીન કરવાની પણ ના કહી દીધી છે.

સ્મૃતિ કાલરા સાથે આ સીરિયલમાં સંજય કપૂર અને અસીમ ગુલાટી મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. આ શો તેના બોલ્ડ વિષયના કારણે લોકપ્રિય પણ થઈ રહી છે. હવે સીરિયલના આગામી એપિસોડમાં સ્મૃતિ અને અસીમ ગુલાટી વચ્ચે એક લીપ લોક સીન દર્શાવવાની વાત હતી. પરંતુ આ સીન કરવાની સ્મૃતિએ ના કહી દીધી છે. તેણે સ્પષ્ટતા કરી હતી કે જો તે એકવાર ઓનસ્ક્રીન લીપ લોક કરશે તો પછી લોકો બધુ ભુલી બસ આ સીનની જ ચર્ચા કરશે. આ કારણથી તેને ઓનસ્ક્રીન કિસીંગ સીન નથી કરવા.

મહત્વપૂર્ણ છે કે શોમાં અગાઉ સંજય કપૂર અને સ્મૃતિ કાલરા વચ્ચે હનીમૂન સીક્વેંસ પણ દર્શાવાઈ છે. આ સીન મામલે પણ સ્મૃતિએ ખુલાસો કર્યો હતો કે શરમાળ સ્વભાવની છે અને આ સીન કરવા તેના માટે સરળ ન હતા. પરંતુ સંજય કપૂર અને નિર્દેશકની મદદથી આ સીન કરી શકી હતી.