સ્મૃતિ ઈરાનીએ અમદાવાદમાં સંબોધી પત્રકાર પરિષદ, શું કહ્યું જાણીને રહી જશો દંગ - Sandesh
  • Home
  • Ahmedabad
  • સ્મૃતિ ઈરાનીએ અમદાવાદમાં સંબોધી પત્રકાર પરિષદ, શું કહ્યું જાણીને રહી જશો દંગ

સ્મૃતિ ઈરાનીએ અમદાવાદમાં સંબોધી પત્રકાર પરિષદ, શું કહ્યું જાણીને રહી જશો દંગ

 | 4:47 pm IST

ગુજરાતની મુલાકાતે આવેલા સ્મૃતિ ઈરાનીએ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધતા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ઝોક મહિલાઓ તરફી રહેશે. તેમણે તમામ પ્રશ્નોના ગુજરાતીમાં સરસ રીતે જવાબ આપ્યા હતા. જ્યારે તે જવાબ આપાવા ન ઈચ્છતા હોય ત્યારે માત્ર સ્માઈલ આપવાનું પસંદ કરતા.

ગુજરાતના ભાવિ મુખ્યમંત્રી તરીકે ભાજપ તેમના પર પસંદગી ઉતારશે તેવી વાતને તેમણે અફવા ગણાવી હતી. ગુસ્સે કે અપસેટ થયા વગર હાસ્ય રેલાવીને તેમણે કોઈપણ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

ટીવી એક્ટરમાંથી રાજનીતિજ્ઞ બનેલા સ્મૃતિ ઈરાનીએ પદ્માવતી ફિલ્મ અંગે ચાલતા વિવાદનો જવાબ આપવાનું ટાળ્યું હતું. આ મામલે સેન્સરબોર્ડ નિર્ણય લેશે. હું એક પ્રધાન છું અને મારા જવાબની તેમના કાર્ય પર અસર પડે તે હું ઈચ્છતિ નથી. સેન્સર બોડી સ્વાયત સંસ્થા છે. તે સામાન્યરીતે નિયમ પ્રમાણે 60થી 68 દિવસમાં સર્ટિફિકેટ ઈશ્યૂ કરતી હોય છે. તેથી આ મામલે આ સ્વાયત સંસ્થામાંથી જ કોઈ તમને જવાબ આપી શકે.
રાહુલ ગાંધી જે રીતે હાલમાં સોશિયલ મીડિયામાં એક્ટિવ જોવા મળે છે તે અંગે પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે રાહુલ કરે છે કે પછી પીડી?

તેણે કહ્યું કે સુરતમાં જ્યારે રાહુલને આવકારવામાં આવ્યા ત્યારે મોદી મોદીના નારા લાગ્યા હતા, તે પણ સોશિયલ મીડિયા દ્વારા સારી રીતે લેવામાં આવ્યું હતું.

જ્યારે એક પત્રકારે તેને પોતાની ઓળખ તે આકાશવાણીના પત્રકાર તરીકે આપી કે જે તેના મંત્રાલય હેઠળ આવે છે ત્યારે તેણે પૂછેલા પ્રશ્નનો જવાબ આપવા સ્મૃતિએ ના પાડી દીધી હતી. તેણે આ વિશે કહ્યું હતું કે મારા મંત્રાલય હેઠળ આવતા આકાશવાણીના પત્રકારે મને પ્રશ્ન પૂછવા જોઈએ નહિં. તેણે ભારપૂર્વક તેણે પૂછેલા પ્રશ્નોનો જવાબ આપવા ના પાડી દીધી હતી. તેણે કહ્યું હતું કે અહિં કોઈ દૂરદર્શન કે આકાશવાણીમાંથી હોય તો તેણે મને પ્રશ્નો પૂછવા ન જોઈએ. આ વિશે તેણે કહ્યું હતું કે હું સંબંધકર્તા પ્રધાન છું. અને કોઈને એવું ન લાગવું જોઈએ કે મેં પ્રસારભારતીની કોઈ પાંખનો બીનજરૂરી લાભ મેળવ્યો.

પત્રકાર પરિષદમાં તેણે સુરતમાં જરી અને ટેક્ષટાઈલ ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે વાત કરી હોવા અંગે માહિતી આપી. તેણે કહ્યું કે તેના મંત્રાલયે તમામ વિગતો જીએસટી કાઉન્સિલને અગાઉથી જ મોકલી દીધી છે. કાલે તે તેના નિરાકરણ સાથે આવ્યા હતા. તેણે કહ્યું કે કાર્ય અને પ્રક્રિયા કે જે છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહી છે. તેમાં કેટલાંક નિષકર્ષો મેળવવામાં આવ્યા છે. વેપારીઓએ તેમની સાથેની મુલાકાતમાં એવું જણાવ્યું હતું કે વેપારીઓ ટેક્ષ ભરવા તૈયાર છે પણ તેમને જે સિસ્ટમમાં મુશ્કેલીઓ પડે છે તેનું નિરાકરણ આવે તે જરૂરી છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે તેમણે વેપારીઓને તેમના વિનેદન વિશે અભિનંદન પાઠવ્યા હતા.