સ્મૃતિ ઇરાનીએ સજોડે કર્યા સોમનાથ દાદાના દર્શન

2929

કેન્દ્રિય કપડા મંત્રી સ્મૃતિ ઈરાનીએ પતિ ઝુબેર ઈરાની સાથે આજે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા. સ્મૃતિ ઈરાનીએ મહાદેવની મધ્યાહ્ન આરતી અને અભિષેક પૂજા કરી હતી. સ્મૃતિએ જણાવ્યું હતું કે સોમનાથ દાદાએ દર્શનનું સૌભાગ્ય આપ્યુ તે માટે મહાદેવનો આભાર માનું છું અને હું વર્ષોથી દાદાના દર્શને આવું છું, વર્ષની શરૂઆતે દાદાના દર્શન કરી ધન્ય થયાનું જણાવ્યું હતું.