ચેન્નાઈ: એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન યુવકનો લિંગનો ભાગ બહારથી લાગ્યો 'વિચિત્ર', તપાસ કરી તો....... - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ચેન્નાઈ: એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન યુવકનો લિંગનો ભાગ બહારથી લાગ્યો ‘વિચિત્ર’, તપાસ કરી તો…….

ચેન્નાઈ: એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન યુવકનો લિંગનો ભાગ બહારથી લાગ્યો ‘વિચિત્ર’, તપાસ કરી તો…….

 | 1:49 pm IST

નશીલા પદાર્થોની દાણચોરી કરતા તસ્કરોના રોજેરોજ નિતનવા દાણચોરી માટેના કિમિયાનો પર્દાફાશ થઈ રહ્યો છે. હાલમાં જ ચૈન્નાઈના ઈન્ટરનેશનલ એરપોર્ટનો એક મામલો સામે આવ્યો છે. 35 વર્ષના તસ્કર મોહમ્મદ સબીરે હેરોઈનની તસ્કરી માટે અનોખો કિમિયો શોધી કાઢ્યો. મોહમ્મદે સુરક્ષા તપાસથી બચવા માટે 100 ગ્રામ હેરોઈનને એક કોન્ડોમમાં ભરીને પોતાના લિંગ સાથે બાંધી લીધું.

એરપોર્ટ પર સુરક્ષા તપાસમાં તહેનાત સીઆઈએસએફના અધિકારીઓએ જ્યારે મોહમ્મદને રોક્યો તો જોયું કે તેના શરીરમાં પેઢુનો ભાગ થોડો વધુ મોટો છે. સીઆઈએસએફના જવાન સબીરને અન્ય જગ્યાએ લઈ ગયા અને તેની તપાસ કરી તો હેરોઈન મળી આવ્યું. આ મામલે તપાસમાં સામેલ એક અધિકારીએ જણાવ્યું કે તપાસમાં માલુમ પડ્યું કે તેણે હેરોઈનને કોન્ડોમમાં ભરીને રબર બેન્ડ દ્વારા પોતાના લિંગ સાથે બાંધી લીધુ હતું જેથી કરીને કોઈને ખબર ન પડે. તેને એવું હતું કે અધિકારીઓ લિંગની આસપાસના હિસ્સાની તપાસ નહીં કરે.

સુરક્ષાકર્મીઓએ તસ્કરને એરપોર્ટના કસ્ટમ અધિકારીઓને સોંપી દીધો. તેમણે ચેન્નાઈની એક કોલેજના સ્ટોરકિપરની ધરપકડ કરી છે. એક અધિકૃત નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે કસ્ટમ વિભાગ એ વાતની તપાસ કરી શકે છે કે સબીર હેરોઈનની તસ્કરી શ્રીલંકા કરવાનો તો પ્રયત્ન નહતો કરી રહ્યો ને. અધિકારીએ કહ્યું કે ‘એવું માનવામાં આવી રહ્યું છે કે સબીર શ્રીલંકાના તસ્કરો માટે હેરોઈન લઈ જઈ રહ્યો હતો. અમે હેરોઈનને લેબમાં મોકલી રહ્યાં છીએ જેથી કરીને તેની શુદ્ધતાની તપાસ થઈ શકે.’ કહેવાય છે કે આ હેરોઈનની ઈન્ટરનેશનલ માર્કેટમાં કિંમત લગભગ 10લાખ રૂપિયા છે.