snack recipe broken wheat upma recipe
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • નાસ્તામાં બનાવો ફાડા ઘઉંમાંથી બ્રોકન વ્હીટ ઉપમા, બધાને જ ભાવશે

નાસ્તામાં બનાવો ફાડા ઘઉંમાંથી બ્રોકન વ્હીટ ઉપમા, બધાને જ ભાવશે

 | 4:19 am IST
  • Share

એમ તો આપણે નાસ્તામાં ઉપમા અને બટાકા પૌવા ઘણીવાર ખાધા હશે. એમાં પણ ઘણા જુદા-જુદા સ્વાદવાળા, જુદા-જુદા ફ્લેવરવાળા, શાકભાજીઓ વાળા અને શાકભાજીઓ વિનાનો પણ આ નાસ્તો આપણે કર્યો જ હશે. તો ચાલો આજે તમને જણાવીએ ફાડા ઘઉંનો ઉપમા બનાવવાની રીત, નોંધી લો અને આજે જ બનાવો  

સામગ્રી :

  • 1/2 કપ ફાડા ઘઉં
  • 1 કાંદો, બારીક કાપેલો 
  • 1 લીલું મરચું, બારીક કાપેલું 
  • 1/4 કપ લીલા વટાણા 
  • 1/4 કપ ગાજરના ચોરસ ટુકડા 
  • 1 ટેબલ સ્પૂન તેલ 
  • મીઠું-રુચિ પ્રમાણે         

રીત :

1. ફાડા ઘઉંને સાફ કરવા અને સારી રીતે ધોવા. તેમને 2 કપ ગરમ પાણીમાં 4 મિનિટ બ્લાંચ કરવા.

2. પ્રેશર કૂકરમાં તેલને ગરમ કરવું. કાંદા અને લીલાં મરચાં નાંખવાં અને સાંતળવા જ્યાં સુધી કાંદા અર્ધપારદર્શક ન થઈ જાય.

3. લીલા વટાણા, ગાજર, ફાડા ઘઉં અને મીઠું નાંખવા અને 3થી 4 મિનિટ સાંતળવું.

4. 11/2 કપ પાણી નાંખવું અને 1 સીટી વાગે ત્યાં સુધી પ્રેશર કૂકરમાં પકાવવું.

5. બારીક કાપેલી કોથમીરથી સજાવી ગરમ ગરમ પીરસવી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો