ગોકળગાય તેના કોચલા સાથે જન્મે છે? - Sandesh
  • Home
  • Featured
  • ગોકળગાય તેના કોચલા સાથે જન્મે છે?

ગોકળગાય તેના કોચલા સાથે જન્મે છે?

 | 7:33 am IST

ગોકળગાય જ્યારે ઈંડામાં હોય છે ત્યારથી જ તેનું કોચલું પણ વિકસવા માંડે છે. ગોકળગાયની સાથે સાથે કોચલું પણ વિકસતું જાય છે. જોકે શરૃઆતમાં કોચલું નરમ અને પારદર્શક હોય છે, તેને ‘પ્રોટોકોન્ચ’ તરીકે ઓળખવામાં આવે છે. કોચલું કઠણ થાય તે માટે કેલ્શિયમની જરૃર પડે છે. આ કેલ્શિયમ મેળવવા માટે ગોકળગાય પોતાનાં ઈંડાં ખાય છે અને તેમાંથી કેલ્શિયમ શોષે છે. કેટલીક ગોકળગાય પોતાનાં ન સેવાયેલાં ઈંડાંનું ભક્ષણ કરીને કેલ્શિયમ મેળવે છે. ત્રણેક મહિનામાં ગોકળગાયની ઉપરનું કોચલું ઘેરો રંગ ધારણ કરે છે. આવા રંગીન કોચલાને ‘ટેલીઓકોન્ચ’ તરીકે ઓળખવામાં આવે છે. તેના પર જુદા જુદા રંગના પટ્ટા જોવા મળે છે. ‘પ્રોટોકોન્ચ’ પર રંગીન પટ્ટા હોતા નથી ‘ટેલીઓકોન્ચ’ પર જ રંગીન પટ્ટા હોય છે તેનો આકાર નાના શંખ જેવો હોય છે.