- Home
- Videos
- Featured Videos
- સ્વિમિંગ પુલમાં સાપ ગરોળીનો દાવ કરવા ગયો, પણ ના ફાવ્યો-VIDEO

સ્વિમિંગ પુલમાં સાપ ગરોળીનો દાવ કરવા ગયો, પણ ના ફાવ્યો-VIDEO
June 18, 2017 | 2:19 pm IST
ઓસ્ટ્રેલિયાના ઘરની અંદરના સ્વિમિગ પુલની કેદ થયેલી તસવીરો જોઈ લોકોમાં ગભરાટ ફેલાયો છે. સીસીટીવી કેમેરામાં કેદ થયેલી તસવીરો અને વીડિયોમાં જોવા મળે છે કે એક સાપ પાણીમાં તરતી ગરોળી પર હુમલો કરે છે.
પ્રથમ સાપ સ્વિમિંગલના કાંઠે બેસીને ગરોળી નજીક આવે તેની પ્રતીક્ષા કરે છે. ગરોળી પાસે જતાં જ સાપ તેની પર હુમલો કરે છે. જોકે સાપ ગરોળીનો શિકાર કરવામાં સફળ થતો નથી અને ગરોળી આબાત રીતે છટકી જાય છે.
ત્યારપછી સાપ પાણીમાં ઝંપલાવે છે, પરંતુ ગરોળી બચીને કાંઠે પહોંચી નાસી જાય છે. આ સમયે કોઈ હાજર ન હતું. ઘરમાં આટલો મોટો સાપ ઘૂસી આવતાં પરિવારજનો ગભરાઈ ગયા છે. હાલમાં સાપ સ્વિમિગમાંથી બહાર નીકળી અદ્રશ્ય થઈ ગયો છે. સાપને પકડી પાડવા નિષ્ણાતોની ટીમ બોલાવવામાં આવી છે, પરંતુ સાપની હજુ સુધી ભાળ મળી નથી.