Snake bath in Summer time video goes viral on social media
  • Home
  • Videos
  • Featured Videos
  • જીવદયાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ, કાળઝાળ ગરમીમાં ઝેરીલા સાપ સાથે આ શખ્સે કર્યું એવું Video જોઈ કહેશો ‘વાહ’

જીવદયાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ, કાળઝાળ ગરમીમાં ઝેરીલા સાપ સાથે આ શખ્સે કર્યું એવું Video જોઈ કહેશો ‘વાહ’

 | 12:12 pm IST

એક તરફ આખુ દેશ વૈશ્વિક મહામારી કોરોના સામે લડી રહ્યું છે. ત્યારે બીજી તરફ ગરમીનો પ્રકોપ પણ સતત વધી રહ્યો છે. ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. લોકો આ કાળઝાળ ગરમીના કારણે ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે આ પરિસ્થિતિઓમાં પ્રાણીઓની હાલત પણ કફોડી બની છે.

પરંતુ હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થયો છે. જેમાં આ અબોલ પ્રાણીઓની વ્યથા સમજીને એક વ્યક્તિ જીવદયાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહી છે. આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો એક શખ્સ કાળઝાળ ગરમીથી પરેશાન ખતરનાક અને ઝેરીલા સાપ પર પાણી રેડી રહ્યો છે. જ્યારે બીજી તરફ સાપ પણ નહાવાની ખૂબ મજા લઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે વાયરલ થયો છે. લોકો વીડિયોને શેર કરી અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન