10 સેકન્ડના Videoએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી, 4 દિવસમાં 58 મિલિયન લોકોએ જોયો - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • 10 સેકન્ડના Videoએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી, 4 દિવસમાં 58 મિલિયન લોકોએ જોયો

10 સેકન્ડના Videoએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી, 4 દિવસમાં 58 મિલિયન લોકોએ જોયો

 | 8:39 pm IST

ઘરમાં હંમેશા ઊંદર જોઈને લોકો ગભરાઈ જતા હોય છે, તેમાં પણ જો સાપ જોવા મળે તો બેહોશ જ થઈ જાય. પરંતુ આ બંને જીવ એકસાથે જ રૂમમાં જોવા મળે તો… આવું એક શખ્સના ઘરમાં થયુ છે. તેને ખબર ન હતી કે, તેના ઘરના એસીમાં સાપ છે. ઘરમાં લટાર મારી રહેલા ઊંદર પર સાપની નજર પડતા જ તે, એસીમાંથી બહાર આવ્યો હતો, અને તેને દબોચી લીધો હતો. આ ભયાનક દ્રશ્ય વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કર્યું હતું.

પણ મહત્ત્વની વાત એ છે કે, આ વીડિયોને સોશિયલ મીડિયામાં બહુ જ પસંદ કરાયો છે. વીડિયો માત્ર 10 સેકન્ડનો છે. પણ, માત્ર 4 દિવસમાં જ તે 58 મિલિયન લોકો જોઈ લીધો છે. તેમજ 50 હજારથી વધુવાર શેર કરાયો છે. વીડિયો 10 જૂનના રોજ ફેસબુક પર પોસ્ટ કરાયો છે. ચાર દિવસમાં 40 હજાર લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. હવે તમે સમજી શકો છો કે આ વીડિયો કેટલો પોપ્યુલર થઈ રહ્યો છે.