Snake inside VVPAT machine holds up polling in Kannur
  • Home
  • Election 2019
  • આ મતદાન કેન્દ્ર પર VVPAT મશીનની અંદરથી એવું નીકળ્યું કે લોકોના શ્વાસ થંભી ગયા

આ મતદાન કેન્દ્ર પર VVPAT મશીનની અંદરથી એવું નીકળ્યું કે લોકોના શ્વાસ થંભી ગયા

 | 2:21 pm IST

કન્નૂર લોકસભા ક્ષેત્રમાં સવારે એક મતદાન કેન્દ્ર પર અસામાન્ય ઘટના જોવા મળી. વાત એમ છે કે મૈય્યિલ કંડાક્કઇના એક બુથમાં વીવીપેટ મશીનની અંદર એક નાનકડો સાપ જોવા મળ્યો. જે સમયે મતદાન થઇ રહ્યું હતું, એ સમયે એક મતદાતા એ વીવીપેટ મશીનમાં સાપ દેખાયો, ત્યારબાદ બૂથ પર ઉભેલા બાકી મતદાતાઓમાં દહેશત ફેલાય ગઇ.

જો કે સાપને ટૂંક સમયમાં જ મશીનથી બહાર નીકાળી દીધા ત્યારબાદ ફરી એકવખતથી મતદાન શરૂ થઇ શકયું. કન્નૂર ક્ષેત્રમાંથી હાલના સાંસદ પી.કે.શ્રીદેમી (સીપીઆઈ-એમ-એલડીએફ)ના સુરેંદ્રન (કોંગ્રેસ-યુડીએફ) અને સી.કે.પદ્મનાભન (ભાજપ-એનડીએ) પોતાનું ભાગ્ય અજમાવી રહ્યાં છે.

આપને જણાવી દઇએ કે વાયનાડ સીટ પરથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી લડી રહ્યાં છે. કોંગ્રેસની પરંપરાગત સીટ હોવા છતાંય વાયનાડમાં વામ મોર્ચા અને ભાજપે આ વખતે જે રીતે રાહુલ ગાંધીની ઘેરાબંધી કરી છે. 2014મા કોંગ્રેસના શાનવાસે અંદાજે 20000 વોટના અંતરથી ભાકપા નેતા સત્યન મોકેરીને હરાવ્યા હતા. આ વખતે ભાકપાના તેજતર્રાક વિદ્યાર્થી નેતા પી.પી.સુનીર અને એનડીએના તુષાર વેલ્લાપલ્લી તેમની વિરૂદ્ધ ઉભા છે. વેલ્લાપલ્લી ભારત ધર્મ જનસેનાના ઉમેદવાર છે. જે એનડીએનું ઘટક દળ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન