snake slept with an old man inside his kurta in maharashtra videos viral
  • Home
  • Videos
  • Featured Videos
  • દાદા સુતા’તા અને સાપ ઝભ્બામાં ઘુસીને સુઈ ગયો, કઈ રીતે બહાર કાઢ્યો એ VIDEOમાં જુઓ

દાદા સુતા’તા અને સાપ ઝભ્બામાં ઘુસીને સુઈ ગયો, કઈ રીતે બહાર કાઢ્યો એ VIDEOમાં જુઓ

 | 11:52 am IST

સાપનુ નામ સાંભળો ત્યાં જ બીક લાગે તો પછી વિચારો તે જો તમારા શર્ટની અંદર સાપ ઘુસી જાય તો શું થાય. એક એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં એક વૃદ્ધ દાદાના ઝભ્ભામાં સાપ ઘુસી ગયો.

આ કેસ સામે આવ્યો છે મહારાષ્ટ્રના અહમદનગદરથી. ત્યાં હોસ્પિટલમાં એક દાદા ઉંઘતા હતા અને સાપ ઝભ્ભામાં ઘુસી ગયો. મોટી વાત એ છે કે જે દાદાના ઝભ્ભામાં સાપ આરામથી ઉંઘતો હતો છતાં દાદાને પણ આ વાતની ભણક નહોતી. આ રીતે માણસ અને સાપ સાથે ઉંઘતા હોય એવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

તમને સવાલ થશે કે દાદાને ખબર નહોતી તો કઈ રીતે સાપ પકડનાર લોકો ત્યાં આવ્યા. તો થયું એવું કે દાદા તો બિંદાસથી ઉંઘતા હતા અને સાપ આવ્યો એટલે હોસ્પિટલનાં કર્મચારીઓને એની ખબર પડતા તરત જ વાઈલ્ડલાઈફ રેસ્ક્યૂ સોસાઈટીને જાણકારી આપી અને આગળ કાર્યવાહી કરી હતી. આ ઘટનાં લગભગ રાતે 3 વાગીને 30 મિનીટે બની હતી. તો તમે પણ જુઓ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન