સ્નેપચેટના CEOના નિવેદન બાદ એપ સ્ટોર પર ઘટ્યું સ્નેપચેટનું રેટિંગ - Sandesh
NIFTY 10,565.30 +39.10  |  SENSEX 34,427.29 +95.61  |  USD 65.7525 +0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • સ્નેપચેટના CEOના નિવેદન બાદ એપ સ્ટોર પર ઘટ્યું સ્નેપચેટનું રેટિંગ

સ્નેપચેટના CEOના નિવેદન બાદ એપ સ્ટોર પર ઘટ્યું સ્નેપચેટનું રેટિંગ

 | 3:21 pm IST

સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ Snapchatના સીઈઓ ઈવેન સ્પીગલના નિવેદન પર વિવાદ થઈ ગયો છે. ટ્વિટર પર ભારતીય યૂઝર્સે સ્પીગલ અને સ્નેપચેટ વિરૂદ્ધ મોરચો ખોલી દીધો છે. સ્પીગલે કથિત રીતે કહ્યું હતું કે, સ્નેપચેટ ભારત જેવા ગરીબ દેશ માટે નથી. જોકે આ નિવેદન આવ્યા બાદ સ્નેપચેટની રેટિંગ પણ ઘટી ગઈ છે. સ્નેપચેટની રેટિંગ 4માંથી ઘટીને 1 થઈ ગઈ છે.

આ એપ માત્ર અમીરો માટે જ છે

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ઈવેન સ્પીગલે કહ્યું હતું કે, આ એપ માત્ર અમીરો માટે જ છે… હું આને ભારત અને સ્પેન જેવા ગરીબ દેશોમાં આને ફેલાવવા માંગતો નથી. રવિવારે સ્નેપચેટે કથિત રીતે આનો જવાબ આપ્યો હતો. કંપનીએ કહ્યું કે, આ બકવાસ છે, સ્નેપચેટ બધા માટે છે આ પૂરી દુનિયામાં ફ્રિ ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે.

એપ સ્ટોર પર ઘટ્યું સ્નેપચેટનું રેટિંગ
ઈવાનની ટિપ્પણીને કારણે સોશિયલ મીડિયા પર સ્નેપચેટ સામે આક્રોશ ફાટી નીકળ્યો હતો. જેની સીધી અસર એપ સ્ટોર પર સ્નેપચેટના કસ્ટમર રેટિંગમાં જોવા મળી હતી. તેના હાલના વર્ઝનનું રેટિંગ ‘સિંગલ સ્ટાર’ (સાત હજારથી વધુ વપરાશકર્તાઓના રેટિંગના આધારે) થઈ ગયું હતું. જ્યારે તમામ વર્ઝન્સનું રેટિંગ ‘વન એન્ડ હાફ સ્ટાર’ (દસ હજારથી વધુ રેટિંગ્સના આધારે) થઈ ગયું હતું.
ભારતમાં 40 લાખ સ્નેપચેટ યુઝર્સ
ટ્વિટર પર #UninstallSnapchat તથા #BoycottSnapchat જેવા હૈશટેગ રાતોરાત વિશ્વભરમાં ટ્રેન્ડ કરવા લાગ્યા હતા. સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ભારતીયો તથા ભારતીય મૂળના નાગરિકોનો રોષ ફાટી નીકળ્યો હતો. તેમણે એપ સ્ટોર પર ઈયાનની ટિપ્પણીની ટીકા કરતા મેસેજ મૂકીને એપને અન-ઈનસ્ટોલ કરી હતી. સ્નેપચેટ માટે રાહતજનક બાબત એ રહી કે, તેનું ગુગલ પ્લેસ્ટોર પર રેટિંગ લગભગ યથાવત્ (4.5 જેટલું) રહ્યું છે અને તેમાં કોઈ ખાસ ફેર પડ્યો નથી. ઉલ્લેખનીય છે કે, ભારતમાં લગભગ 40 લાખ સ્નેપચેટ વપરાશકર્તા છે.

કેટલીક ટ્વિટસ ઘણીવાર પોસ્ટ થઈ હતી તેને જોઈએ.

“જે દેશ જેમ્સ બોન્ડને માત્ર ગુટખાના પ્રચાર માટે લાયક સમજે છે તે દેશને સ્નેપચેટનો સીઈઓ ગરીબ ગણાવી રહ્યો છે”

“સ્નેપચેટવાળો આપણને ગરીબ બોલી રહ્યો છે
તે ભૂલી ગયો જેટલા તેના દેશનો સરક્ષણ બજેટ છે, તેટલાની તો અમે 31 માર્ચ 2017ના દિવસે બાઈક જ ખરીદી લીધી હતી.”

“ડિયર સ્નેપચેટ જેટલી તારી રેવન્યુ છે તેટલા પૈસા તો એકલો વિજય માલ્યા જ લઈને ભાગી ગયો”

“હાલ જ સ્નેપચેટ ડાઉનલોર્ડ કરી છે માત્ર અનઈસ્ટોલ કરવા માટે અને તે પણ જિયોના ક્નેક્શનથી. સમજમાં નથી આવી રહ્યું કે, અમીર છૂ કે ગરીબ”

17883661_1345579195496692_9008469584776375915_n