લાઈનમાં ઉભા રહેવાનું છોડો, ઘરે બેઠા મંગાવો સ્નેપડીલથી પૈસા - Sandesh
  • Home
  • Business
  • લાઈનમાં ઉભા રહેવાનું છોડો, ઘરે બેઠા મંગાવો સ્નેપડીલથી પૈસા

લાઈનમાં ઉભા રહેવાનું છોડો, ઘરે બેઠા મંગાવો સ્નેપડીલથી પૈસા

 | 4:05 pm IST

કેશના અભાવ વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. અત્યાર સુધી ચીજ-વસ્તુઓની ડિલિવરી કરનાર ઈ-કોમર્સ પ્લેટફોર્મ સ્નેપડીલ પર તમે હવે પૈસાનો પણ ઓર્ડક કરી શકો છો. તમારા ઓર્ડર પર કંપની તમારા ઘરે પૈસા પહોંચાડી દેશે. ઈ-કોમર્સ ક્ષેત્રની આ કંપની તમને તે પૈસા આપશે જે તેને કેશ ઓન ડિલિવરી (CoD) દ્વારા મળે છે.

એટલે કે, પબ્લિકે કોઈ વસ્તુનો ઓર્ડર આપ્યા બાદ જે પૈસા કંપનીને મળે છે તે કેશ એટ હોમ સર્વિસ દ્વારા તમારા ઘરે પહોંચાડી દેવામાં આવશે. જોકે, એટીએમની જેમ અહી પણ એક શરત છે. તમે એકવારમાં 2,000 રૂપિયા સુધી જ કેશ મંગાવી શકો છો. પૈસા મળી ગયા બાદ તમારે તમારા એટીએમ કાર્ડથી પૈસા કંપનીને પાછા આપી દેવાના રહેશે. તે માટે બુકિંગ વખતે જ ફ્રિચાર્જ અથવા ડેબિટ કાર્ડ દ્વારા માત્ર 1 રૂપિયાનો સુવિધા ચાર્જ આપવો પડશે.

સૌથી સારી વાત તે છે કે, કેશ ઓર્ડર કરતી વખતે તમને કોઈ સમાન મંગાવવા માટે કહેવામાં આવશે નહી. સ્નેપડીલના ફાઉન્ડર રોહિત બસંલે કહ્યું કે, દેશ ઝડપી ડિઝીટલાઈઝેશન તરફ વધી રહ્યો છે. જેના કારણે અમે પણ સમયાનુસાર કેટલીક પહેલ શરૂ કરી છે. અમે આ ફેરફારને સરળ બનાવવા માટે વોલેટ અને કાર્ડ ઓન ડિલિવરીથી લઈને ફ્રિચાર્જ પાર્ટનરશિપ સુધી હાથ લંબાવ્યો છે.

હાલમાં ગુડગાવ અને બેગલુરૂમાં શરૂ થયેલી કેશ એટ હોમ સર્વિસ આવતા કેટલાક દિવસોમાં બીજા પણ મોટા શહેરો સુધી પહોંચી જશે. બંસલે કહ્યું કે, અમારો લક્ષ્ય ગ્રાહકોની જરૂરત સરળ રીતે પૂરી થાય તેવો માર્કેટપ્લેસ બનાવવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન