બરફ ખાઈને પણ જીવન તો જીવી જ શકાય - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • બરફ ખાઈને પણ જીવન તો જીવી જ શકાય

બરફ ખાઈને પણ જીવન તો જીવી જ શકાય

 | 1:58 am IST

બિજલ વ્યાસ

આપણી સંસ્કૃતિમાં દરેક મહિલાને અન્નપૂર્ણાનો અવતાર માનવામાં આવે છે. મોટાભાગની મહિલાઓને રસોઈનો શોખ હોય છે. તેમાં પણ રસોઈ બનાવવાનો તથા વિવિધ પ્રકારની વાનગી ખાવાનો પણ શોખ હોય જ છે, પરંતુ જાણીને નવાઈ લાગે કે કોઈ એવી મહિલા પણ હોઈ શકે જે રસોઈની બનાવવાની શોખીન છે તથા કેટરિંગનો બિઝનેસ કરે છે, પરંતુ આજ દિન સુધી કોઈ રસોઈ ચાખી નથી. જી, હા મૂળ મુંબઈ અને હાલ વડોદરાના રહેવાસી દામિનીબેન ફક્ત બરફ જ ખોરાક તરીકે ગ્રહણ કરે છે.

હાલ ૫૯ વર્ષીય દામિનીબેન તે ફક્ત બરફ જ ખોરાકમાં લે છે, તેઓ સવારે ચા-દૂધ કે જમવામાં દાળ-ભાત, શાક, રોટલી, ખીચડી વગેરે કોઈપણ વસ્તુ નથી. ખાઈ શક્તા તેઓ ફક્ત બરફ જ ખાય છે. દામિની બેને જણાવ્યું કે તે ૧૪ વર્ષનાં હતાં ત્યારે તે કોઈના લગ્ન પ્રસંગમાં ગયાં હતાં, તે સમયે તેમણે જે ખાધું તે વોમિટ થઈને નિકળી ગયું, ત્યારબાદ તો વરિયાળીનો દાણો પણ પેટમાં ટકતો ના હતો. તે સમયે બરફ ખાવાથી મને સંતોષની લાગણી થતી હતી તેથી પછી તે બરફ જ ખાતા હતા. ઘણા બધા ડોકટરને બતાવ્યું, પરંતુ કોઈ ઈલાજ થઈ ના શક્યો. કોઈ બીમારી પણ જાહેર ના થઈ. માત્ર બરફ ખાઈને ઘણાં વર્ષો વિતતા ગયાં તે જણાવે છે કે “ મારા લગ્ન માટે મારા પતિ મને જોવા આવ્યા હતા. પહેલા એટલી બધી વાતો ના થઈ શક્તી તેથી દેખાવ જોઈને લગ્ન માટે હા પાડી હતી. મારા લગ્ન મુંબઈમાં થયાં હતાં. લગ્ન બાદ બીજા દિવસે ઘરના સભ્યોએ મને ચા-નાસ્તો કરવા બોલાવી તો મેં કહ્યું કે હું ચા-નાસ્તો નથી કરતી હું કોઈ ખોરાક જ નથી લેતી. આ સાંભળીને તેઓને આૃર્ય થયું સાથે હું મજાક કરું છું તેમ પણ લાગ્યું હતું. મારા સસરાએ કહ્યું જમીલે કંઈ ના થાય. તેઓના આગ્રહથી હું જમવા બેસી, પરંતુ જમીને ઊભી થઈને તરત જ વોમિટ થઈ તે લોકો ત્રણ-ચાર દિવસ સુધી આગ્રહ કરતા અને હું જમી લેતી હતી અને તરત વોમિટ થતી હતી. મુંબઈ શહેરની ચાલીમાં જો રોજ વોમિટ થાય તો ઝઘડા પણ થતા. તેથી તે લોકોએ પણ સ્વીકાર્યું કે, હવે મને જમવાનો આગ્રહ નહીં કરે.

પ્રેગ્નેન્સીનો સમય આવ્યો ત્યારે પણ હોસ્પિટલમાં બધા માટે ફ્રૂટ અને જમવાનું આવે. મારા માટે બરફ જ આવતો હતો. મારા બે બાળકો. મારો દીકરો અને દીકરી, દીકરાના ઘરે પણ દીકરી છે, તે સુખી છે પણ મારી દીકરી પૂનમને જન્મની સાથે થેલેસેમિયા અને સિકલ નામની બીમારી હતી, જેમાં વ્યક્તિ ૧૫ વર્ષથી વધારે આયુષ્ય ભોગવી ના શકે તે મારી દીકરીને હું મહિનામાં બે વાર બ્લડની બોટલ ચઢાવવા લઈ જતી, તેને મેં ૨૭ વર્ષની કરી અને ત્યાં તેનું આયુષ્ય પૂર્ણ થયું. સંઘર્ષનો સમય દરેકના જીવનમાં આવે છે અને તે સમયે પણ મેં કેટરિંગનો બિઝનેસ શરૂ કર્યો હતો. હું પોતે ચાખતી પણ ન હતી. છતાં આજે મારી રસોઈ દરેક લોકો વખાણે છે. પોતાની પ્રકૃતિથી વિરુદ્ધ કેટરિંગનો બિઝનેસ કરીને તેઓએ દુનિયાને દેખાડી દીધું કે જ્યારે ડોક્ટરો પણ છૂટી પડયા હતા ત્યારે તેમણે પોતાની મદદ જાતે કરી અને બરફ ખાઈને પણ જીવનનો સંઘર્ષ ચાલુ રાખ્યો.  આપણે જાણીએ છીએ કે મહિલા માટે સમાજમાં એક માન્યતા છે, કે મહિલાને તો દરેક વસ્તુ આવડવી જોઇએ તથા દીકરી નાની હોય ત્યારથી તેને દરેક પ્રકારનો ખોરાક ભાવવો જોઇએ, તેને દરેક પ્રકારના વિટામિનો મળવા જ જોઇએ તેવો આગ્રહ રાખતા હોઇએ છીએ, કારણ કે જો મહિલા સક્ષમ નહીં હોય તો તે ભાવી પેઢી કેવી રીતે તૈયાર કરી શકશે. આ પ્રકારની માન્યતા સમાજમાં જોવા મળતી હોય છે, જે સ્વાભાવિક રીતે સાચી પણ વાત છે, કે મહિલાએ પોતાના સ્વાસ્થ્ય માટે દરેક પ્રકારના વિટામિનો લેવા જોઇએ. ત્યારે દામિનીબહેનના માતા-પિતા પણ ઇચ્છતા જ હતા, કે તેઓ દરેક પ્રકારના વિટામિન મેળવી શકે તેવો ખોરાક ખાય, અથવા તો જ્યૂસ દ્વારા તે વિટામિન, પ્રોટીન મેળવે, પરંતુ જ્યારે તેઓનું શરીર જ કોઇપણ પ્રવાહી કે ઘન પદાર્થનો સ્વીકાર નહતું કરી શકતું તે સમયે તેઓ પોતાની પરિસ્થિતિ સાબિત કરવા માટે અનેક વખત લોકોના કહેવાથી ખોરાક ખાધો હતો, અને ત્યારબાદ તે ખોરાક બીજી જ સેકન્ડે વોમિટ દ્વારા બહાર નીકળી જતો હતો. સામાન્ય રીતે જો કોઇને પણ વોમિટ થાય ત્યાર ત્યારે વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે થાકી જતું હોય છે. જ્યારે દામિનીબહેન સાથે આ ક્રિયા અનેકવાર બનેલી છે. ઘણી વખતે ઘરના સભ્યો માટે થઇને પણ અનેક ડોક્ટરો પાસે ચેકઅપ કરાવ્યાં હતા, પરંતુ છેલ્લે ડોક્ટરોનો એક જ જવાબ હતો, કે આ કુદરતી ચમત્કાર છે, પરંતુ  પોતાના શરીરને અનેક વખત કષ્ટ આપીને, પોતાની પરિસ્થિતિ સાબિત કરી હતી. દામિનીબહેન જેવી મહિલા તો ભાગ્યે જ જોવા મળે. જે ખોરાક ખાઇ નથી શક્તી. આ એક પ્રકારનો ચમત્કાર પણ છે, સાથે દયનીય સ્થિતિ પણ છે જે પોતે કેટરિંગનો બિઝનેસ કરે છે, છતાં પોતે કોઇ દિવસ પણ ખોરાક ટેસ્ટ પણ નથી કરી શક્તી. તેમના આ જુસ્સાને તે જાળવી રાખે તથા તે બીજા માટે પણ પ્રેરણારૂપી બની રહે. દામિનીબહેનને મહિલા દિવસે નારીની સલામ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન