Snowfall In Jammu Kashmir to Kedarnath, Watch The Beautiful Video
  • Home
  • Featured
  • બરફની ચાદર ઓઢીને શોભી ઊઠ્યું કાશ્મીર, જમ્મુથી લઇને ઉત્તરાખંડ સુધી બરફનો વરસાદ

બરફની ચાદર ઓઢીને શોભી ઊઠ્યું કાશ્મીર, જમ્મુથી લઇને ઉત્તરાખંડ સુધી બરફનો વરસાદ

 | 12:03 pm IST

મેદાની વિસ્તારોમાં ઠંડી અને કૉલ્ડવેવ જોરદાર પડી રહી છે. ઠંડીનો સપાટો શરૂ છે. કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ગુલમર્ગમાં બરફવર્ષા થઈ રહી છે. એક તરફ જ્યાં આ બરફવર્ષાનાં કારણે વાહનવ્યવહાર થંભી ગયો છે, તો બીજી તરફ ટૂરિસ્ટો સ્નોફૉલનો આનંદ ઉઠાવી રહ્યા છે. શ્રીનગરમાં શનિવાર સવાર સુધી 10 ઇંચ જેટલી બરફવર્ષા થઈ હતી. તો ગુલમર્ગનાં પ્રસિદ્ધ સ્કી-રીસૉર્ટમાં પણ 2 ફૂટ જેટલો બરફ જામી ગયો હતો. આ ઉપરાંત કાઝીગુંડ 11 ઇંચ, કુકર્નાગ 3 ઇંચ, પહલગામમાં 16 ઇંચ અને કુપવાડામાં 17 ઇંચ સુધી બરફવર્ષા થઈ હતી.

આ ઉપરાંત કેદારનાથમાં પણ જોરદાર બરફવર્ષા થઈ હતી. બરફવર્ષાનાં કારણે ચારધામોમાંથી એક કેદારનાથ મંદિર પણ બરફની ચાદરથી ઢંકાઈ ગયું હતુ. કાશ્મીર અને કેદારનાથની બરફવર્ષાનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે.