Snowfall Video Of Himalaya
  • Home
  • Featured
  • હિમાલયનાં પહાડોએ ઓઢી બફરની ચાદર, જોઇ લો આ મજેદાર વિડીયો

હિમાલયનાં પહાડોએ ઓઢી બફરની ચાદર, જોઇ લો આ મજેદાર વિડીયો

 | 9:19 am IST

વાતવરણમાં પલટો થતા જ હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાની શરૂઆત થઇ છે. રોહતાંગ પાસે ઉચ્ચ શિખરોમાં બરફવર્ષા થઇ રહી છે. ભારે બરફવર્ષા થતા મનાલી કેલાંગ રોડ પર વાહનોની અવર-જવર બંધ થઇ ગઇ છે. લાહૌલ ઘાટીમાં પણ બરફવર્ષા થઇ રહી છે.

સ્નોફોલ થતા જ સહેલાણીઓને ગુલાબા બેરિયરમાં રોકી લેવાયા છે. જો કે ગુલાબામાં થઇ રહેલી બરફવર્ષાનો સહેલાણીઓ આનંદ માણી રહ્યા છે. મનાલીની આસપાસ અને ગુલાબામાં સ્નોફોલ યથાવત છે. લાહૌલ ઘાટી બરફની સફેદ ચાદરથી ઢંકાઇ ગઇ. તો આ તરફ જમ્મુ કાશ્મીરમાં પણ હિમવર્ષા થઇ રહી છે.