NIFTY 10,008.50 -113.40  |  SENSEX 32,064.97 +-305.07  |  USD 64.8450 +0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • …તો એને પુરુષ કેન્દ્રી ફિલ્મ કેમ નથી કહેતા?

…તો એને પુરુષ કેન્દ્રી ફિલ્મ કેમ નથી કહેતા?

 | 4:18 am IST

લોકોએ ફ્લ્મિોને મહિલા કેન્દ્રી કહેવાનું બંધ કરવું જોઈએ. કોઈ પુરુષ મુખ્ય હીરોની ભૂૂમિકા કરે તો કોઈ તેને પુરુષ કેન્દ્રી ફ્લ્મિ કેમ કહેતું નથી? મહિલા મુખ્ય ભૂમિકા કરે તો મહિલા કેન્દ્રી અને ફ્ીમેલ હીરો ફ્લ્મિ કહેવાનો મતલબ શું છે? ફ્લ્મિ તો ફ્લ્મિ હોય છે, એને એ જ રીતે જોવી જોઈએ. હીરોની ભૂમિકા સ્ત્રી કરે છે કે પુરુષ કરે છે એના આધારે ફ્લ્મિને જોવાનું કે એને લેબલ આપવાનું બંધ કરી દેવું જોઈએ. આ ફ્રિયાદ ‘નૂર’ની હીરોઈન સોનાક્ષી સિંહાની છે.

સોનાક્ષી સિંહાની ફ્રિયાદ છે કે લોકોએ સમજવું જોઈએ કે અમે બધા અભિનય કરીએ છીએ, કલાકાર છીએ. સ્ત્રી કે પુરુષ હોવું એ કુદરતની કરામત છે, એની સાથે અભિનયને શું લેવા દેવા છે ભાઈ? મારી આ ફ્રિયાદ એટલા માટે છે કે આપણે પ્રેક્ષકો તરીકે હવે વિકસી રહ્યા છીએ. હવેના સમયમાં અભિનેત્રી મુખ્ય પાત્ર ભજવે તો પ્રેક્ષકો તેને સ્વીકારી રહ્યા છે. એવી ફ્લ્મિો હિટ થવા લાગી છે. પ્રેક્ષકોના આવકારને કારણે હવે ફ્લ્મિસર્જકો પણ એવી ફ્લ્મિો બનાવવા લાગ્યા છે જેમાં મુખ્ય ભૂમિકા મહિલાની હોય. અગાઉ ફ્લ્મિસર્જકો આવી ફ્લ્મિો બનાવવાની હિંમત ભાગ્યે જ કરતા. એવી કોઈ ફ્લ્મિ બનાવે તો પણ એમાં મુખ્ય ભૂમિકા કરનાર મહિલા કલાકારે યેનકેન રીતે હીરો એટલે કે પુરુષ કલાકારની મદદ લેવી જ પડે એ રીતે પટકથા લખાતી હતી. હવે સ્થિતિ સુધરી રહી છે. જોકે હજી સુધારો પૂરેપૂરો નથી થયો. બોક્સઓફ્સિ ઉપર મહિલા કલાકાર અને પુરુષ કલાકારની મુખ્ય ભૂમિકા મેજર ફ્રક પડી જાય છે. જોકે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે હું પરિવર્તનના આ કાળમાં સિનેજગતમાં આવી છું.

સોનાક્ષી સિંહાને જેટલી ફ્રિયાદ પ્રેક્ષકો સામે છે એના કરતાં અનેકગણી વધુ ઉગ્ર અને જોરદાર ફ્રિયાદ સેન્સરબોર્ડ સામે પણ છે. તે કહે છે, ‘ખરેખર તો સેન્સર બોર્ડે ભેગા મળીને બોર્ડ માટે એક કોમન ગાઈડલાઈન નક્કી કરી લેવાની જરૂર છે. એક ફ્લ્મિ માટે જે વસ્તુ બરાબર હોય એ બીજી ફ્લ્મિમાં અયોગ્ય છે એમ કહીને કટ્સ મુકાવવામાં આવે અથવા સાઉન્ડ બીપ કરવાની સૂચના આપવામાં આવે એમાં તો બોર્ડની આબરૂનું ધોવાણ થાય છે.’ આવો પ્રતિભાવ હતો સોનાક્ષી સિંહાનો. કારણ કે એની ફ્લ્મિ નૂરમાં સેન્સર બોર્ડે સાઉન્ડ મ્યુટ કરવા અથવા બીપ બીપ મૂકવા સૂચન કર્યું છે. સોનાક્ષી માટે આ ફ્લ્મિ મહત્ત્વની એટલા માટે છે કે એ હિટ થાય તો સોનાક્ષીના કારણે જ થશે અને સોનાક્ષીનું નામ પોતાના અભિનયના જોરે ફ્લ્મિ હિટ કરાવી દેનાર અભિનેત્રીઓમાં સામેલ થઈ જશે.

સોનાક્ષીના ડાયલોગમાં બીપ કેમ કરવી પડી એ કારણ પણ સમજવા જેવું છે. વાત એમ છે કે ફ્લ્મિ નૂર એક એવી યુવતીની વાત કહે છે જે પત્રકાર છે. પોતાની સીધી સાદી ઈમેજ સાથે કામ કરતાં કરતાં એની ઓળખ ગુમાવી બેસવાનો ડર લાગવા માંડે તો એ બિગડી હૂઈ છોકરી બનવાનો પ્રયોગ કરે છે. એમાં એને એક એવી હકીકતનો દોર હાથમાં આવે છે જેનો પીછો કરતાં કરતાં તેની સામે ભયાનક સત્ય ઉજાગર થઈ જાય છે. આવા ઘટનાક્રમમાં અનેક વખત પોતાની રોલ મોડેલ તરીકે સોનાક્ષી સિંહા બરખા દત્તનો ઉલ્લેખ કરે છે. ડાયલોગમાં એ બરખા દત્તનું નામ બોલે છે. સેન્સર બોર્ડને એની સામે વાંધો છે. બોર્ડ કહે છે કે દત્ત અટક બોલાય ત્યારે બીપ… બીપ… અવાજ મૂકી દો. અથવા એ બધા દ્રશ્યો જ કાપી નાંખો જેમાં આ ડાયલોગ આવે છે.

સોનાક્ષી સિંહાને આ વાતે વાંધો છે. એ કહે છે, કોઈ એક ફ્લ્મિમાં આવી કોઈ સેલિબ્રિટીનું નામ બોલાય તો સેન્સર બોર્ડને વાંધો ન આવતો હોય તો બીજી ફ્લ્મિમાં કોઈનું નામ બોલવા સામે વાંધો શી રીતે હોઈ શકે? સોનાક્ષીને ફ્લ્મિમાં દત્ત અટક દૂર કરવાના સૂચન સામે વાંધો એટલા માટે છે કે સામાન્ય રીતે સેન્સર બોર્ડ ત્યારે વાંધો લે જ્યારે કોઈ સેલિબ્રિટીનું નામ ખરાબ રેફ્રન્સમાં લેવાયું હોય અને સેલિબ્રિટીની બદનક્ષી થવાનો ડર હોય.

નૂર ફ્લ્મિમાં તો સોનાક્ષી સિંહા બરખા દત્તની ખૂબ મોટી ચાહક બતાવવામાં આવી છે. એટલે એ જ્યારે જ્યારે બરખા દત્તનો ઉલ્લેખ કરે છે ત્યારે એના વખાણ જ કરે છે. એની સામે બરખા દત્ત વાંધો લઈ જ ન શકે. આવી રીતે ફ્લ્મિનું કોઈ પાત્ર કોઈ સેલિબ્રિટીનું ચાહક હોય અને એનું નામ બોલતો ફ્રે એવા દ્રશ્યો તો અનેક ફ્લ્મિોમાં ડઝનબંધ વખત આવી ગયા છે. એ બધા સીન જો સેન્સરબોર્ડને વાંધાજનક ન લાગ્યા હોય તો પછી આ ફ્લ્મિમાં કોઈ સેલિબ્રિટીના ચાહક તરીકે મુખ્ય પાત્ર એ સેલિબ્રિટીના વખાણ કરે, હું એમના જેવી બનવા માગું છું એવો ડાયલોગ બોલે તો એમાં કોઈનેય વાંધો શા માટે હોય?

ફ્લ્મિની વાર્તા પાકિસ્તાની લેખિકાની નવલકથા ‘કરાંચીઃ યુ આર કિલિંગ મી’ ઉપરથી બની છે. પાકિસ્તાની નવલકથામાં કરાંચી શહેરમાં પત્રકારિત્ત્વ કરતી હીરોઈનની વાત છે, ફ્લ્મિમાં મુંબઈ શહેરમાં રહેતી અને નોકરી કરતી પત્રકારની વાત છે.

સુનિલ સિપ્પીના દિગ્દર્શનની આ ફ્લ્મિમાં સોનાક્ષી સિંહા એક એવી ૨૧-૨૨ વર્ષની પત્રકાર છે જે નસીબદાર છે. પોતાના કામને હળવાશથી લે છે, ખાસ કોઈ ગંભીરતા વગર કામ કરતી રહે છે. એ હાલતાં-ચાલતાં વસ્તુઓ સાથે અથડાઈ પડે છે, વસ્તુઓ પાડી દે છે, પોતે પડી જાય છે. એને પોતાના વધુ પડતા વજનની સમસ્યા છે. એને પોતાના મનગમતા પાત્રનો પ્રેમ મેળવવાની સમસ્યા છે. એ પત્રકાર તો છે, પરંતુ પત્રકાર હોવાની સાથે સાથે જે જવાબદારીઓ એના માથે આપોઆપ આવી જાય, એ જવાબદારીઓની તેને પરવા નથી. અચાનક સંજોગોમાં નાટયાત્મક વળાંક આવે છે અને હીરોઈનને ખ્યાલ આવે છે કે હવે તેણે પોતાની જિંદગીને ગંભીરતાથી લેવી જ પડશે. અત્યાર સુધી પોતે કરી રહેલી ભૂલોને સુધારવી પડશે. ફ્લ્મિમાં સોનાક્ષી સિંહાની સાથે કાનન ગિલ અને પૂરબ કોહલીની પણ મહત્ત્વની ભૂમિકા છે, પરંતુ ફ્લ્મિમાં સોનાક્ષી જ છવાયેલી રહે છે.

સોનાક્ષીના પિતા શત્રુઘ્ન સિંહા અને માતા પૂનમ બંને કલાકાર હતા, એટલે સોનાક્ષીને અભિનય તો ગળથુથીમાં જ મળી ગયો છે. તેણે ૨૦૧૦માં સલમાન ખાનની ફ્લ્મિ ‘દબંગ’થી સિનેજગતમાં પોતાની કરિયરની શરૂઆત કરી હતી. એ ફ્લ્મિમાં તેને બેસ્ટ ડેબ્યૂ ફ્ીમેલનો ફ્લ્મિફ્ેર એવોર્ડ મળ્યો હતો. સોનાક્ષી અનેક વખત સલમાન ખાનનો આભાર માની ચૂકી છે કે સલમાને તેનામાં રહેલી પ્રતિભાને પીછાણી લીધી અને શત્રુઘ્ન સિંહાને ફ્લ્મિ દબંગમાં હીરોઈન તરીકે કામ કરવા દેવા મનાવી લીધા હતા. દબંગમાં સોનાક્ષી દબંગ પોલીસ ઈન્સપેક્ટર ચુલબુલ પાન્ડેને પહેલી નજરમાં જ ગમી જતી પ્રેમિકાની ભૂમિકા કરી હતી જેની સાથે ચુલબુલ પાન્ડે લગ્ન કરી લે છે.

આ ફ્લ્મિ પછી સોનાક્ષી ૨૦૧૨ માં રાઉડી રાઠોર, સન ઓફ્ સરદાર અને દબંગ ટુ એમ ત્રણ ફ્લ્મિોમાં ચમકી હતી. દરેક ફ્લ્મિમાં એ હીરોને પસંદ આવી જતી હીરોઈનની જ ભૂમિકામાં ચમકી હતી. ત્યારે સોનાક્ષીનું ભર્યુંભર્યું શરીર હોવાથી ખૂબ ચર્ચા થતી હતી. ઝીરો ફ્ીગર ધરાવતી અભિનેત્રીઓ વચ્ચે એકમાત્ર સોનાક્ષી જ હતી જે ભરપૂર ઊંચાઈ અને ભર્યુંભાદર્યું શરીર ધરાવતી હતી અને છતાં હીરોઈનની ભૂમિકાઓ મેળવતી હતી. એની કદકાઠી માટે ચર્ચા ચાલતી હતી ત્યારે સોનાક્ષી ભારપૂર્વક કહેતી કે સિનેજગતની ટોચની વ્યક્તિએ મને કહ્યું છે કે તંુ બધા કરતાં જુદી છે અને આ વાત જાળવી રાખજે, જુદી જ રહેજે. એટલે હંુ જેવી છું એવી જ સારી છું. જોકે દબંગમાં ફ્લ્મિફ્ેર એવોર્ડ મેળવ્યા પછી સોનાક્ષી કોઈ નોંધપાત્ર ભૂમિકા ભજવી શકી નહોતી. ૨૦૧૪માં એ ‘ફોર્સ-ટુ’ અને ‘હોલીડેઃ અ સોલ્જર ઈઝ નેવર ઓફ્ ડયૂટી’માં પણ હીરોઈન તરીકે ચમકી અને એમાં પણ એની ભૂમિકા મર્દાનગી ધરાવતા હીરોની સુંદર પ્રેમિકાની જ રહી. ૨૦૧૩માં રણવીરસિંહ સાથે ‘લૂટેરા’ ફ્લ્મિમાં એણે કેન્સરથી પીડાતી મહિલાની ભૂમિકામાં ચમકારો કરી બતાવ્યો હતો. ફ્લ્મિ ખાસ ન ચાલી, પરંતુ સોનાક્ષીને આ ભૂમિકા માટે ફ્લ્મિફ્ેર નોમિનેશન મળ્યું હતું.

ત્યાર પછી પોતાની લડાઈ જાતે લડી લેતી ‘અકીરા’ તરીકે પણ એનો અભિનય વખણાયો હતો અને ‘ફેર્સ-ટુ’માં પણ તેની નોંધ લેવામાં આવી હતી. એ ફ્લ્મિો જોકે ખાસ ચાલી નહોતી. હવે નૂરમાં એ અલગ રીતે પોતાની લડાઈ લડતી મહિલા છે. લાગે છે કે આ વખતે તેને અભિનય બદલ એવોર્ડ અને ટિકિટબારી પર સફ્ળતા બંનેનો સ્વાદ ચાખવા મળશે.

[email protected]