so-big-is-malaika-aroras-son-arjun-kapoor-looks-for-the-first-time
  • Home
  • Featured
  • આટલો મોટો છે મલાઇકા અરોરાનો પુત્ર, અર્જુન કપૂર સાથે જોવા મળ્યો પહેલી વખત

આટલો મોટો છે મલાઇકા અરોરાનો પુત્ર, અર્જુન કપૂર સાથે જોવા મળ્યો પહેલી વખત

 | 2:49 pm IST


રવિવારે અર્જુન કપૂરને મલાઇકા અરોરા અને તેનો પુત્ર અરહાનની સાથે લન્ચ ડેટ પર જોવા મળ્યો. ત્રણેય પ્રથમ વખત સાથે જોવા મળ્યા. ત્રણેય આ ગેટટૂગેધરની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. સેમી ફોર્મલ લુકમાં મલાઇકા અરોરા ખૂબ સ્ટાઇલિશ લાગી રહી હતી. તેને વ્હાઇટ શર્ટસ, બ્લૂ જીન્સ, અને હેચટ પહેરી હતી. ત્યારે અરહાને બ્લૂ ટી-શર્ટ, બ્લેક જીન્સ અને હેટમાં સ્ટાઇલિશ લાગી રહ્યો હતો. અરહાન ખૂબ ક્યૂટ છે. તેની ઉંમર 16 વર્ષની છે.

અભિનેતા અર્જુન કપૂર બ્લેક ટી-શર્ટ અને ટ્રાઉઝરમાં જોવા મળ્યો. મુંબઇના રેસ્ટોરન્ટથી બહાર નીકળ્યા બાદ અર્જુન કપૂર અને મલાઇકા અરોરાએ મીડિયાને પોઝ આપ્યો. જણાવી દઇએ કે આ બન્નેને એક સાથે ઘણી વખત સ્પોટ કરવામાં આવ્યા છેય અર્જુન અને મલાઇકાનો સંબંધ પહેલેથી સ્ટ્રોંગ રહ્યો છે. બીજી તરફ અર્જુન કપૂરની મલાઇકાના પુત્ર સાથે સારી ટ્યૂનિંગ પણ જોવા મળી રહી છે. એવામાં સંભવ છે કે કપલ જલદી જ તેમના સંબંધને આગળ વધારશે. મીડિયામાં આ બન્નેની આ વર્ષે લગ્ન કરવાની ચર્ચા છે.