તો ભારતની દરેક વ્યક્તિને લઘુત્તમ 2600 રૂપિયાની બેઝીક આવક મળી શકે ! - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • તો ભારતની દરેક વ્યક્તિને લઘુત્તમ 2600 રૂપિયાની બેઝીક આવક મળી શકે !

તો ભારતની દરેક વ્યક્તિને લઘુત્તમ 2600 રૂપિયાની બેઝીક આવક મળી શકે !

 | 10:58 pm IST

ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ ( આઇએમએફ)નું કહેવું છે કે જો ભારત ખાદ્યાન્ન અને ઊર્જા પરની સબસિડી બંધ કરી દે તો દેશની દરેક વ્યક્તિને વર્ષે 2600 રૂપિયાની યુનિવર્સલ બેઝીક ઇન્કમ ( યુબીઆઇ ) મળી શકે છે.

હાલમાં યુબીઆઇના મુદ્દે ઘણી જ ચર્ચા ચાલી રહી છે અને ઘણા દેશોમાં તેનો પ્રયોગ કરાઇ રહ્યો છે. આઇએમએફે ભારત માટે તેની સંભાવના અંગે વિચાર કર્યો છે. જો કે આઇએમએફની ગણતરી 2011-12ના આંકડા પર આધારિત છે અને એનડીએ સરકાર હેઠળ ફ્યુલ સબસિડીમાં મૂકાયેલા કાપ અને આધાર હેઠળ અન્ય સબસિડીનું થતા વિતરણને નજર સમક્ષ રાખી આ ડેટામાં ફેરબદલ કરવાની જરૂરત છે. યુબીઆઇની આટલી ઓછી રકમ માટે પણ જીડીપીના 3 ટકાની નાણાંકિય ખર્ચ આવશે.

આઇએમએફનું કહેવું છે કે યુબીઆઇને લઇને ચર્ચા સરકારની હાલની સબસિડી વ્યવસ્થાના એક વિકલ્પની સંભાવના તરીકે જ કરાઇ રહી છે. આઇએમએફનું માનવું છે કે સબસિડીની હાલની વ્યવસ્થામાં ખામી છે અને તેના કારણે તેનો લાભ એવા વર્ગને પૂરો મળતો નથી, જે તેના ખરા હકદાર છે.

2600 રૂપિયાની યુબીઆઇનો આંકડો એ આધારે નક્કી કરાયો છે કે એ દેશમાં ખાદ્યાન્ન અને ફ્યૂલ સબસિડીનું સ્થાન લેશે. જો કે તેની બીજી બાજુ એ પણ છે કે મોટા પાયે સબસિડીને સમાપ્ત કરવા માટે કિંમતોમાં ઘણો વધારો કરવાની જરૂર છે.

એ માટે સબસિડી નાબૂદ કરવા કિંમતો મોટે પાયે વધારો કરવો પડે !

આઇએમએફના અનુમાન અનુસાર 2600 રૂપિયાની વાર્ષિક યુબીઆઇ 2011-12માં પ્રતિ વ્યક્તિ વેચાણના લગભગ 20 ટકા બરાબર છે. આઇએમએફની રીપોર્ટમાં કહેવાયું છે કે યૂબીઆઇનો અમલ કરવાથી મળતા સંભવિત ફાયદા માટે રાજકિય, સામાજિક અને વહીવટી પડકારોને પહોંચી વળવાની યોજના સાવચેતીથી ઘડવાની જરૂરત રહેશે કેમકે સબસિડી વ્યવસ્થામાં સુધારા માટે મોટા સ્તરે કિંમતોમાં વધારો કરવો પડશે.