...એટલા માટે મેં રતનસિંહની ભૂમિકા સ્વીકારી લીધી - Sandesh
NIFTY 10,992.80 -26.10  |  SENSEX 36,513.81 +-27.82  |  USD 68.6650 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • …એટલા માટે મેં રતનસિંહની ભૂમિકા સ્વીકારી લીધી

…એટલા માટે મેં રતનસિંહની ભૂમિકા સ્વીકારી લીધી

 | 4:10 am IST

સંજય લીલા ભણશાલીની ફિલ્મ પદ્માવત વિશે કારણ વગરના બેફામ નિવેદનો પછી હવે બધું શાંત થઈ રહ્યું છે. ફિલ્મ સુપર હિટ થઈ રહી છે. એવામાં ફિલ્મ જોઈને બહાર નીકળતા પ્રેક્ષકોમાંથી શાહિદ કપૂરના ચાહકો પૂછે છે, ફિલ્મમાં આવો સેકન્ડ લીડ રોલ શા માટે સ્વીકાર્યો?

જોકે જે પ્રેક્ષકો ન્યૂટ્રલ છે એ સ્પષ્ટ દલીલ કરે છે કે ઈતિહાસમાં પદ્માવતિના પતિની જે ભૂમિકા રહી છે એમાં તો સુધારો-વધારો ન કરી શકાય, પરંતુ મહાકાવ્ય પદ્માવતમાં પદ્માવતિ સાથે રાજા રતનસિંહની પ્રેમકહાણી છે એને તો સાતેય રંગમાં લાડ લડાવી જ શકાય. અને સંજય લીલા ભણશાલીએ એ બખૂબી કર્યું છે. ફિલ્મમાં ખલનાયક હોવા છતાં રણવીર સિંહ છવાઈ જાય છે એની કોઈ ના પાડી શકે નહીં. છતાંય દીપિકા પદુકોણ પદ્માવતિ તરીકે અને શાહિદ કપૂર રાજા રતનસિંહ તરીકે જરાય ઊણા ઉતરતા નથી. શાહિદ માટે તો આ ફિલ્મમાં પોતાની હાજરી મજબૂત રીતે દર્શાવવી એ મોટો પડકાર હતો. રણવીર સિંહ અને દીપિકા પદુકોણ સંજય લીલા ભણશાલી સાથે બે ફિલ્મો કરી ચૂક્યા છે એટલે એમના માટે આ ફિલ્મ વખતે ઘર જેવો માહોલ હતો, પરંતુ શાહિદ કપૂર માટે ત્રણેય સાથે કામ કરવાનો આ પહેલો જ પ્રસંગ હતો.

તેણે ગઈ કાલે જ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, વ્યક્તિગત રીતે આ ફિલ્મની ભૂમિકા મારા માટે ખૂબ મોટું રિસ્ક હતું. મારા બધા જ પરિચિતોએ મને સ્પષ્ટ ના પાડી હતી કે રતનસિંહની ભૂમિકા માટે હા ન પાડીશ. એમનું કહેવું હતું, ફિલ્મ રણવીર અને દીપિકાની જ છે એમાં તારી તો નોંધ પણ નહીં લેવાય! મને પોતાને પણ એમ જ હતું કે ફિલ્મમાં મારી મહેમાન ભૂમિકા હશે. ફિલ્મના મુખ્ય કલાકારો રણવીર સિંહ અને દીપિકા નક્કી થઈ ગયા પછી બે મહિના પછી સંજય લીલા ભણશાલી મને શા માટે આ રોલ ઓફર કરે?

પરંતુ હું સંજય લીલા ભણશાલીનો ખૂબ મોટો પ્રસંશક રહ્યો છું. એમનું આમંત્રણ હતું એટલે મેં નક્કી કર્યું કે એક વખત રૂબરૂ મળીને વાત જાણી તો લેવી જ જોઈએ. ભણશાલીએ મને ઘેર બોલાવ્યો હતો.

એમના ઘેર હું બેઠો હતો. સંજય સર આવ્યા અને મને પગથી માથા સુધી જોઈને બોલ્યા, આ ભૂમિકા માટે તંુ બિલકુલ ફિટ છે. પછી એમણે મને રાજા રતનસિંહની ભૂમિકા વિસ્તારથી સમજાવી. છેલ્લે કહે, ફિલ્મમાં માત્ર વિલનનો રોલ મુખ્ય શી રીતે હોઈ શકે. મુખ્ય તો હીરો જ હોય ને!

બસ, આટલી વાત પછી મેં તરત હા પાડી દીધી. પટકથા વાંચવા પણ માગી નહોતી અને આજે મને એનો જરાય અફસોસ નથી.