...તો ઠગ્સ ઓફ હિંદોસ્તાંમાં આમિર ખાનના બદલે રિતિક રોશન હોત - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • …તો ઠગ્સ ઓફ હિંદોસ્તાંમાં આમિર ખાનના બદલે રિતિક રોશન હોત

…તો ઠગ્સ ઓફ હિંદોસ્તાંમાં આમિર ખાનના બદલે રિતિક રોશન હોત

 | 12:18 am IST

નવા વરસના દિવસે રિલીઝ થઈ રહેલી ઠગ્સ ઓફ હિંદોસ્તાંની અનેક અવનવી વાતો હવે જાહેર થઈ રહી છે. આ વાત તો સર્વવિદિત છે કે ફિલ્મની વાર્તા ૧૯૩૯માં પ્રકાશિત થયેલી નવલકથા કન્ફેશન ઓફ ધ ઠગ્સ પર આધારિત છે. કથાનક ૧૭૯૦થી ૧૮૦૫ દરમિયાનનું છે. બ્રિટિશ ઈન્ડિયાના સમયમાં ઉત્તર પ્રદેશમાં સક્રિય ઠગની વાત છે જે અંગ્રેજ સરકાર માટે માથાના દુઃખાવા સમાન બની ગયા હતા. આ ફિલ્મ માટે યશરાજ પહેલાં રિતિક રોશનને લેવાનું વિચારી રહ્યા હતા, પરંતુ છેલ્લી ઘડીએ રિતિકના સ્થાને ફિલ્મમાં આમિર ખાનની એન્ટ્રી થઈ. ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને આમિર ખાન પહેલીવાર સાથે જોવા મળશે.