so many congress leader Resignation after loksabha election result
  • Home
  • Election 2019
  • કારમી હાર બાદ એક પછી એક કોંગી અધ્યક્ષોનાં રાજીનામાં પડ્યાં, રાહુલની પણ તૈયારી!

કારમી હાર બાદ એક પછી એક કોંગી અધ્યક્ષોનાં રાજીનામાં પડ્યાં, રાહુલની પણ તૈયારી!

 | 3:10 pm IST

પીએમ મોદી જીત્યા એ તો રાહુલ ગાંધીને ભારે પડ્યું જ છે પરંતુ સાથે સાથે કૉગ્રેસમાં જે રીતે મોટો ખળભળાટ મચી ગયો એ રાહુલ માટે મોટો માથાનો દુખાવો બન્યો છે. લોકસભામાં રાહુલ ગાંધી અને કૉંગ્રેસની કારમી હાર બાદ હવે કોંગી નેતાઓ એક પછી એક રાજીનામું આપવા લાગ્યાં છે. કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ડેસ્ક પર રાજીનામા માટે અરજી ઉપર અરજી આવવા લાગી છે. રાજબબ્બરે રાજીનામું આપવાની વાત કરી છે. એટલું જ નહીં કર્ણાટકમાં તેની સરકાર હોવા છતાં કોગ્રેસ સારૂ પ્રદર્શન ન કરી શક્યું. જેના લીધે અભિયાન સમિતિના અધ્યક્ષ એચ કે પાટીલે પણ રાજીનામું આપી દીધું છે. સાથે સાથે કોંગ્રેસના ઓડિશાના અધ્યક્ષ નિરંજન પટનાયકે પણ રાજીનામું આપવાની વાત કરી છે.

અમેઠીમાં મળેલી હાર બાદ જીલ્લાનાં અધ્યક્ષ યોગેન્દ્ર મિશ્રાએ હારની નૈતિક જવાબદારી લઈને રાજીનામું આપી દીધું. કોગ્રેસનાં યુપીનાં અધ્યક્ષ રાજબબ્બરે પણ નૈતિક જબાવદારી લઈને રાહુલ ગાંધીને પોતાનું રાજીનામુ મોકલી દીધું છે. કોગ્રેસ યુપીમાં માત્ર એક જ રાયબરેલીની બેઠક જીતી શક્યું છે. રાજબબ્બર પોતે પણ ફતેપુર સીકરીથી હારી ગયાં.

યુપી કોંગ્રેસ પ્રવક્તા રાજીવ બક્શીએ જણાવ્યું કે રાજબબ્બરે રાહુલ ગાંધીને રાજીનામું મોકલી દીધું છે. આ પહેલા બબ્બરે ટ્વિટ પણ કરી હતી કે, હું મારી જવાબદારી સારી રીતે પુરી નથી કરી શક્યો. કોંગ્રેસ માટે આ શરમજનક પરિણામ છે. હું આના માટે મને દોષી માનું છું. જનતાનો વિશ્વાસ જીતીને જીત મેળવનાર નેતાઓને શુભકામનાઓ. ઉલ્લેખનીય છે કે ગઈ કાલથી રાહુલ ગાંધીની અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની વાત રાજકીય વાતાવરણમાં ચર્ચામાં છે.

અમેઠી એકમનાં અધ્યક્ષ યોગેન્દ્ર મિશ્રાએ રાહુલ ગાંધીને મોકલેલ રાજીનામા પ્રમાણે વાત કરીએ તો તેમાં લખ્યું છે કે, હું લોકસભા ચૂંટણી 2019માં સંસદીય ક્ષેત્ર અમેઠીમાં કૉંગ્રેસને મળેલી હારની નૈતિક જવાબદારી લઈને જિલ્લા અધ્યક્ષ કોંગ્રેસ કમિટિ અમેઠી પદ પરથી રાજીનામું આપું છું. તો વળી ઓડિશા એકમથી અધ્યક્ષ નિરંજને લખ્યું કે, મે પણ ચૂંટણી લડી હતી. મને પાર્ટીએ એક જબાબદારી આપી હતી પરંતુ એ પૂરી રીતે નિભાવી ન શક્યો. જેના લીધે હારની નૈતિક જવાબદારી લઈને હું આ પદ પરથી રાજીનામું આપું છું. સાથે જ કર્ણાટક કોગ્રેસ સમિતિનાં અધ્યક્ષ એચ કે પાટિલે પણ રાહુલ ગાંધીને ચિઠ્ઠી લખીને કહ્યું કે, આ આપણા બધા માટે આત્મનિરિક્ષણનો વિષય છે. મને લાગે છે કે જીવાબદારી નિભાવવી એ મારી નૈતિક ફરજ છે માટે હું મારા પદ પરથી રાજીનામું આપું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન