So many prisoners in 33 jails in the state are infected with HIV
  • Home
  • Gujarat
  • વિશ્વ એડ્સ ડે: રાજ્યની 33 જેલમાં આટલા કેદી HIV ગ્રસ્ત

વિશ્વ એડ્સ ડે: રાજ્યની 33 જેલમાં આટલા કેદી HIV ગ્રસ્ત

 | 4:21 pm IST
  • Share

  • 10 હજારથી વધુ કેદીઓનું કરાયું ટેસ્ટિંગ

  • 33 જેલમાંથી મળી આવ્યા 26 HIV ગ્રસ્ત કેદી

  • સુરતની લાજપોર જેલમાં 2500 કેદીનું ટેસ્ટિંગ

આજે વિશ્વ વર્લ્ડ એડ્સ ડે છે. ત્યારે આજે કોરોના વચ્ચે અન્ય બીમારીઓ પણ છે જેને લોકો ભૂલી ગયા છે. જોકે આજે જ્યારે વર્લ્ડ એડ્સ ડે હોવાથી મહત્વની વાત એ છે કે જે લોકો બહાર હોય છે તેમને મોકો મળતો હોય છે કે કોઈ બીમારી હોય તો તે ચેકઅપ કરાવી શકે છે. પરંતુ જેલમાં બંધ બંદીવાન એટલે કે કેદી ક્યાં જશે આ તપાસ કરવા માટે, ત્યારે ગુજરાત રાજ્યની 33 જેલમાં HIV ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 26 જેટલા કેદી HIV પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.

સુરતની લાજપોર જેલમાં 2500 કેદીનું ટેસ્ટિંગ

વર્લ્ડ એડ્સ ડે પર આજે અનેક પ્રકારના કાર્યક્રમ અને રેલીઓનું આયોજન થતું હોય છે. અને બીજા દિવસે લોકો ભૂલી પણ જતા હોય છે. જોકે જે લોકો HIV ગ્રસ્ત હોય તેમને તો આ બીમારી સાથે જીવન જીવાનું હોય છે. અને એમના જીવનનો એક જ લક્ષ્ય હોય જે બીજા HIV ગ્રસ્તોને કેવી રીતે મદદ મળી શકે છે. દર વર્ષે ગુજરાત રાજ્યના એચઆઈવી સાથે જીવતા લોકોની સાર સંભાળ રાખવામાં આવે છે.

10 હજાર જેટલા કેદીઓની HIV તપાસ કરાઇ

GSNP + એક એવી સંસ્થા છે જે વર્ષોથી HIV પીડિતો માટે જ કામ કરતી આવી છે અને ભવિષ્યમાં પણ કરતી જ રહેશે. ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV/AIDS સંસ્થા દ્વારા HIV સાથે જીવતા લોકોને સમાજની મુખ્યધારામાં સામેલ કરવા માટે પ્રયત્ન કરાય છે. આ સંસ્થા લોકોની વચ્ચે જઇ HIVની નિશુલ્ક તપાસ કરે છે. જો કે કોરોનાના કારણે થોડો બ્રેક પડ્યો છે. પરંતુ કોરોના કેસો ઓછા થતા તેઓએ લોકો વચ્ચે જઈ ફરીથી HIVની કામગીરી શરૂ કરી છે. જેના ભાગરૂપે ગુજરાતની ટોટલ 33 જેલમાં HIVનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં 10 હજાર જેટલા કેદીઓની HIV તપાસ કરવામાં આવી હતી. જેમાંથી કુલ 26 જેટલા લોકો HIV પોઝીટીવ ડિટેકટ થયા હતા.

8 કેદીઓ HIV પોઝીટીવ ડિટેકટ થયા

સુરતની વાત કરીએ તો સુરતના લાજપોર સેન્ટ્રલ જેલમાં 2500 થી 2600 જેટલા કેદીઓની HIVની તપાસ કરાઈ હતી. જેમાંથી 8 કેદીઓ HIV પોઝીટીવ ડિટેકટ થયા છે. તેઓ પોઝીટિવ ડિટેકટ થતા તાત્કાલિક ART દવા શરૂ કરાઇ છે. ત્યાર બાદ એ કેદીઓનું કાઉન્સીલીગ કરાવ્યા બાદ જોએ કેદીઓની સજા પુરી થઈ ગઈ હોય તો ત્યાર બાદ પણ તેમના ઘરની મુલાકાત લઈ તેમને મદદરૂપ થાય છે. જેલના કેદીઓ માટે સ્પેશિયલ પ્રોગ્રામ રાખવામાં આવે છે. જેમાં ખાસ કરીને અસુક્ષિત જાતીય સંબંધ, ચેપી લોહી, ચેપી સોયનો જો ઉપયોગ થયો હોય એવા ઇનસિડેન્ટ ક્યારે બન્યા હોય અને ત્યારે HIVની તપાસ ના થઇ હોય તો તેના માટે ખાસ જેલમાં પણ આ કામગીરી કરવામાં આવે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો