Sloar Eclipse can be make trouble to india -china border
  • Home
  • Astrology
  • સૂર્ય ગ્રહણનું અતથી ઈતિ : જાણો દેશ અને દુનિયામાં શું શું થાય અસરો

સૂર્ય ગ્રહણનું અતથી ઈતિ : જાણો દેશ અને દુનિયામાં શું શું થાય અસરો

 | 7:15 pm IST

અષાઢ વદ અમાસને દિવાસાના દિવસે સૂર્ય ગ્રહણ હોવાથી ખંડગ્રાસ સૂર્ય ગ્રહણ છે આ ગ્રહણ ભારતના ભૂ ભાગમાં દેખાશે નહિં. ભારતીય સમય અનુસાર દિવસે 1.21 મિનિટે ગ્રહણનો સ્પર્શ થશે. 15.16 મિનિટે મધ્યકાળ હશે અને સાંજે 5.01 મિનિટે તેનો મોક્ષ થશે. આ ખંડગ્રાસ સૂર્ય ગ્રહણ છે તે ઉત્તરીય ભાગો જેવા કે રશિયા, કજાકિસ્તાન, મંગોલિયા, ચીન જેવા દેશોના મોટાભાગના પ્રદેશમાં જોવા મળશે.

જે દેશો ગ્રહણની અસર તળે છે તેવા દેશોમાં ભારતીય સમય અનુસાર 10મી ઓગસ્ટે રાતે 1.32 મિનિટે વેધ શરૂ થશે. સૂતક પણ આ સમયે આ લાગશે.

ગ્રહણ સમયે ગ્રહોની સ્થિતિ
સૂર્ય ગ્રહણ સમયે મુખ્ય અસર કર્તા ગ્રહોની જો સ્થિતિની વાત કરીએ તો સૂર્ય કર્ક રાશિમાં છે. મંગળ તેની સામે નીચનો થઈને મકર રાશિમાં છે. જ્યારે કર્ક રાશિમાં જ રાહું અને મકર રાશિમાં કેતુ છે.

આ ગ્રહણ સૂર્ય – મંગળ પ્રતિ યુતિ વિશિષ્ટ અંગારક યોગમાં અને કર્ક રાશિમાં થઈ રહ્યું છે. તેથી જ દેશના સીમાડા સળગે. ભારત અને ચીન વચ્ચેની સરહદો પર ઘર્ષણ જોવા મળે. તણાવ ભરી સ્થિતિ જોવા મળે. સૂર્ય મંગળના પ્રભાવ હેઠળ સૈનિક કાર્યવાહી. અસ્ત્ર- શસ્ત્રનો ઉપયોગ જેવી ઘટનાઓ ઘટી શકે છે.

કેટલીક વાર આમ ન બનતા ગ્રહણ અને અંગારક યોગ થકી મોટા ધરતીકંપના યોગ પણ બને છે. ઉત્તરીય ભૂ ભાગમાં આગામી 45 દિવસમાં મોટો ધરતીકંપ આવે તેવી શક્યતાઓ પણ નકારી ન શકાય. મોટી સંખ્યામાં સામુહિક જન હાનિની ઘટનાઓ પણ બની શકે છે.

દેશમાં પણ વર્ગ વિગ્રહ, સામુહિક હત્યાઓની ઘટનાઓ ગ્રહણની અસર તળે જોવા મળે. પુર કે કોઈપણ કુદરતી આપત્તિમાં મોટી હોનારત થાય તેવી શક્યતાઓ પણ છે.

ગ્રહણને લીધે સૂર્યને વિશેષ કષ્ટ પડતું હોવાથી સૂર્ય મંત્રના જાપ કરીને સૂર્યને બળ આપી શકાય. ગાયત્રી મંત્રના જાપ થકી પણ સૂર્યને બળ આપી શકાય.

સૂર્ય ગ્રહણના સમયે કોઈ પણ મંત્રને જાપ કરીને સિદ્ધ કરી શકાય છે. દેશ દુનિયામાં મેલી વિદ્યાઓની સિદ્ધિ તેમજ દિવ્ય સિદ્ધિ બંને માટે શ્રેષ્ઠ દિવસ છે. તો કોઈપણ પ્રકારની સાધના માટે ઉત્તમ દિવસ છે.