Soamnath mahadev Temple 21st day of sravan
  • Home
  • Astrology
  • સોમનાથ મહાદેવમાં શાકભાજીનો ભવ્ય શૃંગાર

સોમનાથ મહાદેવમાં શાકભાજીનો ભવ્ય શૃંગાર

 | 8:18 am IST

શ્રી સોમનાથ મહાદેવને શ્રાવણના 21 માં દિવસે 151 કિલ્લો વિવિધ શાકભાજીનો શૃંગાર કરવામાં આવેલ આ અનેરા શૃંગારના દર્શન કરી શિવભક્તો કૃતાર્થ થયા હતા. જેના માટે આ વિશિષ્ટ દર્શનનો લાભ ભક્તોને આપ્યો હતો.

પવિત્ર શ્રાવણ માસમાં દેશના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવને શનિવારે નાગદર્શન શૃંગાર કરવામાં આવેલ જેમના દર્શનની ઝાંખી શનિવારે નાગપંચમીના દિવસે કરી ભક્તો કૃતાર્થ થયા હતા. પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવને સાયં શૃંગારમાં વિવિધ પૂષ્પો તથા હારોનો શૃંગાર કરવામાં આવેલ જેમાં અંદાજીત 500 કિલ્લો પુષ્પોનો શૃંગાર કરવામાં આવેલ હતો.

ભગવાન સોમનાથ મહાદેવને વૈદિક પરંપરા ની ઝાંખી કરાવતો આજે યજ્ઞ દર્શન શૃંગાર કરવામાં આવેલ હતો, જેમાં ગુરૂ શિષ્ય પરંપરા પ્રકૃતિમય શૃંગારની ઝાંખીથી ભક્તો શિવમય બન્યા હતા. પવિત્ર શ્રાવણ માસ ના તૃતીય સોમવારે દિવ્ય પ્રાતઃ આરતી ના દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા હતા.