soaring-prices-of-oil-price-of-petrol-in-different-countries
  • Home
  • Business
  • જાણો દુનિયામાં ક્યાં સસ્તુ ક્યાં મોંઘુ છે પેટ્રોલ

જાણો દુનિયામાં ક્યાં સસ્તુ ક્યાં મોંઘુ છે પેટ્રોલ

 | 2:59 pm IST

ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાનને આંબ્યા છે. રૂપિયો સતત ગગડી રહ્યો છે. દેશના વિભિન્ન શહેરોમાં પેટ્રોલની કિંમત 80થી 90 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી છે. શું તમે જાણો છો કે પેટ્રોલની કિંમત ક્યા દેશમાં વધારે છે. આજે જાણીએ ક્યા દેશામા સસ્તુ ક્યાં મોંઘુ છે પેટ્રોલ.

વેનેજૂએલા-આ દેશમાં અમેરિકાના દેશમાં પેટ્રોલની કિંમત સાંભળી તમે ચોંકી જશો. અહી પેટ્રોલની 1 લીટરની કિંમત 61 પૈસા છે. ઈરાન-દુનિયાની મુખ્ય ઓઈલ ઉત્પાદક કંપની શુમાર ઈરાનમાં એક લીટર પેટ્રોલનો ભાવ ફક્ત 20.47 રૂપિયા છે. સુદાન આ આફ્રીકન દેશમાં પેટ્રોલની કિંમત 24.51 પ્રતિ લીટર છે.કુવૈતમાં એક લીટર પેટ્રોલની કિંમત 24.90 રૂપિયા છે.અલ્જીરીયામાં એક લીટર પેટ્રોલની કિંમત 25.49 રૂપિયા છે.

બારબાડોસ કૈરિબિયાઈ દેશમાં એક લીટર પેટ્રોલના ભાવ 140.16 રૂપિયા છે. નૈધરલેન્ડમાં એક લીટર પેટ્રોલની કિંમત 140.30 છે. નોર્વેમાં એક લીટર પેટ્રોલની કિંમત 145.26 છે.આઈસલેન્ડમાં એક લીટર પેટ્રોલની કિંમત 146.10 છે. હોંગકોંગમાં એક લીટર પેટ્રોલની કિંમત 155.13 છે. પડોસી દેશ પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત આપણી સરખામણીમાં ખુબ ઓછી છે. પાકિસ્તાનામાં 54.11 રૂપિયા છે.