Social Media Account Will Not Link To Aadhaar Says Indian Government
  • Home
  • Featured
  • સંસદમાં મોદી સરકારે આપ્યું મહત્વનું નિવેદન, કરોડો ફેસબૂક-ટ્વિટર યૂઝર્સને રાહત

સંસદમાં મોદી સરકારે આપ્યું મહત્વનું નિવેદન, કરોડો ફેસબૂક-ટ્વિટર યૂઝર્સને રાહત

 | 7:47 pm IST

લોકસભામાં કેન્દ્ર સરકારે એ સ્પષ્ટ કરી દીધું છે કે આધાર અને સોશિય મીડિયા પ્રોફાઇલને જોડવાનો કોઈ પ્રસ્તાવ નથી. આ પહેલા ગત ઑક્ટોબરમાં સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા એકાઉન્ટને આધાર સાથે લિંક કરાવાની અરજીને ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયાથી આધારને લિંક કરવાનો મામલો લાંબા સમયથી ચર્ચામાં છે.

આની પાછળ દાવો કરવામાં આવે છે કે આનાથી ફેક ન્યૂઝ અને પેડ ન્યૂઝ પર લગામ લાગશે, પરંતુ સુપ્રીમ કોર્ટે પહેલા જ આ સંબંધમાં એક અરજીને ફગાવી દીધી હતી. ભારતીય જનતા પાર્ટી નેતા અને વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાય તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતુ કે આધારથી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ જોડાવાથી ડુપ્લિકેટ, ફેક અને ઘોસ્ટ અકાઉન્ટ પર લગામ ખેંચી શકાશે.

આ પહેલા ફેસબૂક, ટ્વિટર સહિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આધાર સાથે લિંક કરવાના મુદ્દાને લઇને સુનાવણીમાં કોર્ટે કહ્યું હતુ કે, “અમે સાંભળ્યું છે કે સરકાર સોશિયલ મીડિયા લિંકિંગને લઇને ગાઇડલાઇન લઇને આવી રહી છે. આ ઘણું જરૂરી છે, પરંતુ પ્રાઇવસીનો પણ ખ્યાલ રાખવો જોઇએ. ઇન્ટરનેટ વાઇલ્ડ વેસ્ટની જેવું છે.”

જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ અનિરૂદ્ધ બોસની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. જસ્ટિસ ગુપ્તાએ કહ્યું હતુ કે કોર્ટની સાથે સરકાર અને આઈટી ડિપાર્ટમેન્ટ પણ આને જુએ અને સમસ્યાનું નિરાકરણ લાવે.

આ વિડીયો પણ જુઓ: નિત્યાનંદ આશ્રમ વિવાદ : હેબિયસ કોર્પસ અંગે હાઈકોર્ટમાં સુનાવણી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન