Social Media Campaign Saved Life Of Indian In Saudi Arabia
  • Home
  • Featured
  • સાઉદી અરબમાં જેલની સજા કાપી રહેલા ભારતીયનો સોશિયલ મીડિયાનાં કારણે બચ્યો જીવ

સાઉદી અરબમાં જેલની સજા કાપી રહેલા ભારતીયનો સોશિયલ મીડિયાનાં કારણે બચ્યો જીવ

 | 7:38 pm IST

બેરોજગાર યુવાનોને જ્યારે દેશમાં સમય પર નોકરી નથી મળતી ત્યારે તેઓ વિદેશનો રસ્તો પકડે છે અને ફક્ત એ વિચારીને વિદેશ જાય છે કે તેમના પરિવારનું ભરણ-પોષણ યોગ્ય રીતે તેઓ કરી શકે, બે પૈસા કમાઈ શકે. આ લાલચમાં કેટલીકવાર વિદેશ જનારા યુવાનો મુશ્કેલીમાં પણ મુકાય છે. વિદેશમાં ના તો તેમનું કોઈ સાંભળનારું હોય છે અને ના તો કોઈ બચાવનારું.

રાજસ્થાનનાં નાગોર જિલ્લાનાં લાડનૂ તાલુકાનાં નાનાકડા ગામ રતાઉનાં રહેનારા ગોવિંદરામ ઘણા સપનાઓ જોઇને વિદેશ ગયો હતો. ઘરડા મા-બાપ અને પત્ની-બાળકોને સારી જિંદી આપવા માટે સાત સમુદ્ર પાર જવું તેની મજબૂરી હતી, કેમકે ગામમાં રહીને તે ફક્ત પોતાના પરિવારનું પેટ જ ભરી શકતો હતો. જિંદગીને વધારે સારી બનાવવા માટે તે વિદેશ કમાવા માટે ગયો, પરંતુ ત્યાં એક અકસ્માતે તેની જિંદગીને નરક બનાવી દીધી.

ગોવિંદરામ સાઉદી અરબમાં ટ્રોલા ચલાવવાનું કામ કરતો હતો. બે-ત્રણ વર્ષ સુધી ત્યાં ટ્રોલા ચલાવીને પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યો હતો. હવે તેને લાગી રહ્યું હતુ કે તેના પરિવારનાં સુખનાં દિવસો આવશે, પરંતુ કિસ્મતને કંઇક બીજુ જ મંજૂર હતુ. જે ટ્રોલુ તે ચલાવતો હતો તેનો ઇન્શ્યોરન્સ એક દિવસ પૂર્ણ થયો, તો તેણે પોતાના સાઉદી કફીલને કહ્યું કે આનો ઇન્શ્યોરન્સ કરાવો, પરંતુ માલિકે કહ્યું કે તુ ચલાવ – કંઇ થશે તો હું જોઇ લઇશ. એક દિવસ એક અરબી કારે પાછળથી ટક્કર મારી અને કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયું. ભૂલ અરબી વ્યક્તિની હતી, પરંતુ ગોવિંદને જેલ મોકલી દેવામાં આવ્યો.

ઇન્શ્યોરન્સ ના હોવાના કારણે તેના પર 72 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો. ગોવિંદનાં માલિકે પોતાના હાથ ઉપર કરી દીધા અને બધો જ આરોપ ગોવિંદ પર લગાવ્યો. દંડની રકમ ના ભરી શકવાનાં કારણે ગોવિંદને જેલમાં મોકલી દેવામાં આવ્યો. ગોવિંદનાં પરિવારને આ વાતની જાણકારી મળી તો તેમણે સરકારથી મદદ માંગે, પરંતુ કંઇ પણ મદદ મળી નહીં. સરકાર તરફથી ફક્ત આશ્વાસન જ મળ્યા.

ત્યારબાદ કેટલાક યુવાનોએ સોશિયલ મીડિયા પર કેમ્પેઇન ચલાવ્યું. યુવાઓએ ફેસબૂક જેવા પ્લેટફોર્મ દ્વારા ગોંવિદરામનાં દંડની રકમ એકત્રિત કરી જેમાં લાડનૂં ધારાસભ્ય મુકેશ ભાકરે પણ પોતાની એક મહિનાની સેલરી આપી. સાથે સાથે અનેક સમાજસેવકો પણ આગળ આવ્યા અને 72 લાખ ભેગા કરી. રકમ જમા કરાવવા પર ગોવિંદરામને ગઇકાલે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે.

આ વિડીયો પણ જુઓ: સરદારના વિચારો સરદારના અવાજમાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન