Social Media Video Of A Car Being Fired At On The SG Highway, Police Said
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ બન્યું ‘ગેંગ ઓફ વાસેપુર’, SG હાઇવે પર ચાલુ કારમાં યુવકે બંદૂક દેખાડી, કાર જપ્ત, આરોપી ફરાર

અમદાવાદ બન્યું ‘ગેંગ ઓફ વાસેપુર’, SG હાઇવે પર ચાલુ કારમાં યુવકે બંદૂક દેખાડી, કાર જપ્ત, આરોપી ફરાર

 | 12:53 pm IST
  • Share

છેલ્લા 2 દિવસમાં ફાયરિંગની ઘટનાઓ વધતી જાય છે. અમદાવાદમાં જાહેરમાં યુવકે બંદૂક દેખાડીને એસજી હાઈવે પર જતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. SG હાઈવે પર કારમાં યુવકે બંદૂક દેખાડીને પૂરપાટ ઝડપે હંકારી રહ્યો છે. એટલું જ નહીં યુવકની ગાડી પર પોલીસ લખેલી પ્લેટ પણ જોવા મળી છે. હાલ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે અમદાવાદ એસ.જી હાઇવે પર ચાલુ પૂરપાટ ઝડપથી દોડતી કારે યુવકે બંદૂક દેખાડી ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ કાર ઉપર પોલીસ લખેલી પ્લેટ હતી.

આ ઘટના વિશે ફરિયાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. સોશિયલ મીડિયામાં વાઇરલ વીડિયોમાં દેખાતી કાર પોલીસે કબ્જે કરી લીધી છે. જ્યારે આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે. બે દિવસમાં જાહેર ફાયરિંગની ત્રીજી ઘટના સામે આવી છે.

હાલ એસ જી હાઇવે પર ચાલુ કારે યુવકે બંદૂક દેખાડી હતી. બીજી બાજુ યુવક કોણ? તે હાલ જાણ બહાર પરંતુ યુવકની ગાડી પર પોલીસ લખેલી પ્લેટ જોવા મળી રહી છે, જેના કારણે પોલીસ પુત્ર લાગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન