social media whatsapp search image feature spotted on beta version to curb fake news
  • Home
  • Technology
  • Whatsappમાં આવશે આ જોરદાર સુવિધા, ફેક ન્યૂઝ પર કસાસે સકંજો

Whatsappમાં આવશે આ જોરદાર સુવિધા, ફેક ન્યૂઝ પર કસાસે સકંજો

 | 3:17 pm IST

Facbookની માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન Whatsapp એક અન્ય નવી સુવિધા પર કામ કરી રહ્યું છે. એક અહેવાલ પ્રમાણે Whatsapp તેના વપરાશકર્તાઓ માટે સર્ચ ઇમેજનું બીટા પરીક્ષણ કરી રહ્યું છે. આ સુવિધા તાજેતરમાં જોવા મળી છે. Whatsapp તેના આ સર્ચ ઇમેજ ફીચરને ગૂગલના સર્ચ ઇમેજ ફિચર સાથે તૈયાર કરી રહ્યું છે.

તે સિવાય પણ Whatsapp બીટાના Android સંસ્કરણ 2.19.73મા નવું ટ્રાન્સજેન્ડર ફ્લેગ ઇમોજી પણ સ્પાર્ટ કરવામાં આવ્યું છે. આ ઇમોજીને યુનાઇટેડ નેશન અને એલજીબીટી ફ્લેગ સાથે સ્પોર્ટ કરવામાં આવ્યું છે. જો કે, Whatsappનું આ ફિચર્સ ક્યારે રોલ આઉટ થશે તેના વિષયમાં હાલમાં કોઈ માહિતી ઉપલબ્ધ નથી. આઇઓએસ યુઝર્સ માટે Whatsappનું નવું અપડેટ 2.19.31 રોલ આઉટ કરવામાં આવ્યું છે. આ નવા સુધારાને કારણે એપ્લિકેશનમાં ઘણી ભૂલો સુધારાઈ છે.

Whatsapp બીટા ટ્રેકર WABetaInfoમાં પબ્લિસ રિપોર્ટ પ્રમાણે આ બે ફિચર્સને Android વપરાશકર્તાઓના Whatsapp બીટા સંસ્કરણમાં 2.19.73માં સ્પોર્ટ કરવામાં આવ્યું છે. ઉપરાંત તેઓએ આ ઉલ્લેખ પણ કર્યો છે કે આ સુવિધા નિયમિત વપરાશકર્તાઓ માટે હાલમાં ઉપલબ્ધ નથી.

આ સુવિધા બીટા પરીક્ષણ તરીકે રીલીઝ કરવામાં આવી છે. જો તમે આ સુવિધા દ્વારા કોઈપણ છબીને શોધો છો, તો તે તમને Googleની પ્રતિક્રિયા છબી પર રીડાયરેક્ટ કરશે. તમારી શોધને રીડાયરેક્ટ કરતા પહેલા, તમને કહેવામાં આવશે કે તમારી ક્વેરી Google શોધ દ્વારા પૂરી થઈ રહી છે. જો તમે એગ્રી કરો છો, તો તમે શોધ પર ટેપ કરીને છબીને શોધી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન