પાણી મામલે સોસાયટીના રહીશે ચેરમેનને માર માર્યો, જુઓ - Sandesh
  • Home
  • Videos
  • પાણી મામલે સોસાયટીના રહીશે ચેરમેનને માર માર્યો, જુઓ

પાણી મામલે સોસાયટીના રહીશે ચેરમેનને માર માર્યો, જુઓ

 | 4:00 pm IST

પાણીની સમસ્યા સર્જાઈ રહી છે જેને કારણે લોકોનો આક્રોશ દેખાઈ રહ્યો છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં પણ પાણીને મામલે મારામારી થઈ હોય તેવો બનાવ સામે આવ્યો છે. બોપલ વિસ્તાર હરિઓમ બંગ્લોઝમા રામચંદ્ર પટેલ નામનો વ્યક્તિ વોચમેન સાથે પાણી મામલે રકઝક કરી રહ્યા હતા. તે સમય દરમિયાન બંગ્લોઝના ચેરમેન કનુભાઈ પટેલ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે રામચંદ્ર પટેલે ચેરમેન પર આરોપ લગાવ્યો હતો કે, તમે પાણી ઓછું આપી રહ્યા છો. જેના બાદ તેમણે ચેરમેનને માર મારવાનું શરૂ કર્યું હતું. રામચંદ્ર પટેલે ચેરમેનને એટલી હદે માર માર્યો હતો કે, તેમની હાલત લોહીલુહાણ થઈ ગઈ હતી, જેથી તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેના બાદ તેમણે બોપલ પોલીસ સ્ટેશનમાં રામચંદ્ર પટેલ સામે ગુનો દાખલ કર્યો છે.