Society wall Fall down in Surat
  • Home
  • Videos
  • Featured Videos
  • સોસાયટીની દિવાલ કાગળના મહેલની માફક તુટી પડી, જુઓ Video

સોસાયટીની દિવાલ કાગળના મહેલની માફક તુટી પડી, જુઓ Video

 | 3:08 pm IST

સુરતમાં કેટલાક કલાકોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. એકતરફ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ શહેરમાં વરસાદના કારણે માલહાની સર્જાઈ છે. સુરતના વરાછામાં આવેલી વંદના સોસાયટીની દિવાલ ધડાકાભેર ધરાશાયી થઈ ગઈ છે. વંદના સોસાયટી પાસેની પ્રોટેક્શન દિવાલ વરસાદના ધસમસતા પાણીના પ્રવાહમાં જાણે કાગળના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.