soha-ali-khan-launch-date-with-kareena-kapoor-photo
  • Home
  • Featured
  • Photo: ભાભી કરીના કપૂર સાથે લંચ ડેટ કરવા નિકળી સોહા અલી ખાન

Photo: ભાભી કરીના કપૂર સાથે લંચ ડેટ કરવા નિકળી સોહા અલી ખાન

 | 6:18 pm IST

કરીના કપૂર તેની પ્રોફેશનલ લાઈફમાં ખુબજ વ્યસ્ત રહે છે આમ છતા તહેવાર હોય કે ખાસ પ્રસંગ પોતાના પરિવાર સાથે ટાઈમ વિતાવે જ છે. આ જ કારણ છે કરીના તેની નીજી જિંદગીમાં પણ એટલીજ લોકપ્રિય છે. પોતાનું પિયર હોય કે સાસરી પક્ષ પોતાની બહેન કરિશ્મા હોય કે નણંદ સોહા અલી ખાન બંને સાથે આટલીજ સહજતાથી ફરતી દેખાય છે. કરીના.

થોડા સમય પહેલા મુંબઈની એક ફેમસ રેસ્ટોરેન્ટમાં સ્પેશિયલ લંચ ડેટ કરતી આવી નજર. આ લંચ ડેટને સ્પેશિયલ અને યાદગાર બનાવવા આ બંને સ્ટારે એકબીજા સાથે કપડાનું મેચિંગ કર્યુ હતુ. સોહા અલી ખાને બ્લેક વનપીસ પહેર્યુ હતુ.

કરીના હંમેશાની જેમ સ્માર્ટ નજર આવી રહી હતી. કરીનાએ બ્લેક ટ્રાઉઝર સાથે મેચિંગ ટૉપ ટીમ અપ કર્યુ હતુ. થોડા દિવસ પહેલા કરીના કુછ કુછ હોતા હેના 20 વર્ષ પુરા થતા એક ખાસ ઈવેન્ટમાં નજર આવી હતી. આ પાર્ટીમાં કરીનાનો બ્લેક લુક ખુબજ વાયરલ થયો છે.

કરીનાનો આ ડ્રેસ ખુબજ ચર્ચામાં રહ્યો હતો. કરીના આ બાલમૈન પ્લંજ નેક ડ્રેસની કિંમત 1,83,672 રૂપિયા છે. લગભગ 2 લાખની કિંમતનો આ ડ્રેસ ઈ-કોમર્સ કંપનિઓ પર પણ વેચાઇ રહ્યો છે. કરીના કરણ જોહરની ફિલ્મ ‘તખ્ત’માં મુખ્ય ભૂમિકા નિભાવશે. આ ફિલ્મને ખુદ કરણ જોહર નિર્દેશન કરશે.