સોહરાબુદ્દીન કેસમાં તમામ આરોપીઓે રોજ અદાલતમાં હાજર રહેવા જોઇએ - Sandesh
NIFTY 10,536.70 +20.00  |  SENSEX 34,651.24 +35.11  |  USD 68.0625 -0.06
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mumbai
  • સોહરાબુદ્દીન કેસમાં તમામ આરોપીઓે રોજ અદાલતમાં હાજર રહેવા જોઇએ

સોહરાબુદ્દીન કેસમાં તમામ આરોપીઓે રોજ અદાલતમાં હાજર રહેવા જોઇએ

 | 12:19 am IST

મુંબઇ, તા.૧૪

સોહરાબુદ્દીન શેખના કહેવાતા બનાવટી એન્કાઉન્ટર કેસની સુનાવણી કરતી સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટે તમામ આરોપીઓને ખટલા દરમ્યાન હાજર રહેવાની તાકીદ કરી હતી. વિવિધ રાજ્યોના ૨૨ આરોપીઓ જેમાંના મોટાભાગના પોલીસ કર્મચારીઓ છે તેમને માટે અદાલતમાં હાજર રહેવાનું શક્ય ન હોવાથી તેમના વકીલો મારફતે તેમણે અદાલતમાં હાજર રહેવામાંથી માફી મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.

મંગળવારે પ્રોસિક્યુશનના સાક્ષીઓની ઉલટતપાસ કરવા માટે અદાલતને વકીલોની રાહ જોવાની નોબત આવતાં સ્પેશ્યલ જજ એસ.જે. વર્માએ અદાલતના રોજનામામાં જણાવ્યું હતું કે દરેક આરોપીઓએ આ ખટલો ચાલે ત્યાં સુધી અદાલતમાં હાજર રહેવું પડશે અને જે આરોપી હાજર નહીં રહે તેની ગેરહાજરીની ગંભીર નોંધ લેવામાં આવશે.

૨૦૧૨માં સર્વોચ્ચ અદાલતના આદેશ અનુસાર આ ખટલો ગુજરાતથી મુંબઇ ટ્રાન્સફર કરવામાં આવ્યો ત્યારથી આરોપીઓએ તેમની પાસે મુંબઇમાં રહેવાની વ્યવસ્થા ન હોવાથી તેમને અદાલતમાં રોજેરોજ હાજર રહેવામાંથી મુક્તિ આપવામાં આવે તેવી રજૂઆત કરી છે. મંગળવાર સુધીમાં ૪૪ સાક્ષીઓ તપાસવામાં આવ્યા છે અને આ પ્રક્રિયા આજે પણ ચાલુ રહી હતી.

સોહરાબુદ્દીન કેસ એ ન્યાયની નિષ્ફળતા : હાઇકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અભય થીપ્સે

બોમ્બે હાઇકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અભય થીપ્સેએ ઇન્ડિયન એક્સપ્રેસ અખબારને આપેલ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સોહરાબુદ્દીન શેખના બનાવટી એન્કાઉન્ટર કેસમાં જે રીતે મોટા માથા ગણાતી વ્યક્તિઓને દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા છે તે બાબતે ગંભીર સવાલો પેદા કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે આવી બાબતો દર્શાવે છે કે સાક્ષીઓ દબાણ હેઠળ છે, વળી પ્રક્રિયામાં રહેલી અસાત્યતતા અને પુરાવામાં થયેલી ગરબડો એક જ બાબતનો નિર્દેશ આપે છે કે આ કેસમાં ન્યાય અને ન્યાય કરવાની પ્રક્રિયા નિષ્ફળ ગઇ છે.

બોમ્બે હાઇકોર્ટમાં જ્યારે આ કેસ ચાલતો હતો ત્યારે આ કેસમાં ન્યાયાધીશ અભય થીપ્સેએ વણઝારા અને નરેન્દ્ર કે અમીનને જામીન આપ્યા હતા જ્યારે અન્ય બે આરોપીઓના જામીન નકારી કાઢયા હતા. તેમણે જણાવ્યું હતું કે બોમ્બે હાઇકોર્ટે આ કેસમાં તેની રિવિઝન કરવાની સત્તાનો જરૂર પડે આપમેળે ઉપયોગ કરવો જોઇએ. આ કેસના સંખ્યાબંધ પાસાં સામાન્ય નજરે વિરોધાભાસી જણાય છે.

ઇન્ટરવ્યુમાં ન્યાયાધીશ અભય થીપ્સેએ જણાવ્યું હતું કે તમે માનો છો કે તેનું (સોહરાહુદ્દીન શેખ) અપહરણ થયું હતું. તમે એમ પણ માનો છો કે તેનું એન્કાઉન્ટર બનાવટી હતું. તમે એમ પણ માનો છો કે તેને ગેરકાયદે ફાર્મ હાઉસમાં રાખવામાં આવ્યો હતો, પણ તમે એમ માની શકતા નથી કે ડી.જી.વણઝારા (ગુજરાતના તત્કાલીન ડીઆઇજી), દિનેશ એમ.એન.(રાજસ્થાનના તત્કાલીન એસપી) અથવા રાજકુમાર પાંડિયન(ગુજરાતના તત્કાલીન એસપી) તેમાં સંડોવાયેલા નથી. કોન્સ્ટેબ્યુલરી કે ઇન્સ્પેકટર સ્તરના અધિકારીઓ તેની(શેખ)સાથે કોઇ સંપર્ક કેમ ધરાવતાં નહોતા? તમે એમ કહેવા માગો છો કે તેનું(શેખનું) હૈદરાબાદથી સબ ઇન્સ્પેકટરે અપહરણ કર્યું અને તેને બીજા રાજ્યમાંથી લાવવામાં આવ્યો હતો? એ જ પુરાવાના આધારે તમે એમ પણ કહો છો કે એસપી(પાંડિયન, દિનેશ) સામે કોઇ કેસ બનતો નથી. તો શંકા એ પડે છે કે ઉપરી અધિકારીઓની સાથે અલગ વર્તાવ કરવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે આ આદેશોની યોગ્ય મંચ સમક્ષ તપાસ કરવી જોઇએ અને હાઇકોર્ટે તેમાં જોવું જોઇએ. સંખ્યાબંધ આરોપીઓને ઘણાં વર્ષો સુધી જામીન આપવામાં આવ્યા નહોતા અને પછી અદાલત ઠરાવે છે કે પ્રથમદર્શી નજરે તેમની સામે કોઇ કેસ નથી. પુરાવાઓ એક સમાન હોવા છતાં નીચલા સ્તરના અધિકારીઓને છોડવામાં આવતાં નથી જ્યારે ઉપલા સ્તરના અધિકારીઓને છોડી મૂકવામાં આવે છે.

;