2018નું આવતીકાલે પહેલું સૂર્યગ્રહણ: જાણો કેટલાં વાગ્યે ગ્રહણ શરૂ થશે, ભારતમાં દેખાશે કે નહીં? - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • 2018નું આવતીકાલે પહેલું સૂર્યગ્રહણ: જાણો કેટલાં વાગ્યે ગ્રહણ શરૂ થશે, ભારતમાં દેખાશે કે નહીં?

2018નું આવતીકાલે પહેલું સૂર્યગ્રહણ: જાણો કેટલાં વાગ્યે ગ્રહણ શરૂ થશે, ભારતમાં દેખાશે કે નહીં?

 | 3:09 pm IST

2018ના વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 15 ફેબ્રુઆરીના રોજ થશે. આની પહેલાં 31મી જાન્યુઆરીના રોજ પહેલું ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું. આ ગ્રહણ દરમ્યાન 152 વર્ષ બાદ ખૂબ જ દુર્લભ સંજોગ બન્યા હતા. હવે 15 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે કેટલાંય દેશોમાં સૂર્ય દેખાશે નહીં.

ગ્રહણનો સમય
16 ફેબ્રુઆરીના રોજ રાત્રે 12:25 મિનિટ પર શરૂ થશે અને 16 ફેબ્રુઆરીના રોજ સવારે 4:18 વાગ્યા સુધી રહેશે. જો કે સૂતક કાળ ગ્રહણનો સમય લગભગ 12 કલાક પહેલાં એટલે કે 15 ફેબ્રુઆરીના રોજ સવારે 11:35 વાગ્યે શરૂ થશે. સૂર્યગ્રહણ અમાસની દિવસે હોય છે. જ્યારે ચંદ્રગ્રહણ હંમેશા પૂનમના દિવસે હોય છે.

કયાં દેખાશે સૂર્યગ્રહણ?
ભારતીય સમયાનુસાર આ સૂર્યગ્રહણ રાત્રે છે આથી તે ભારતમાં દેખાશે નહીં. દક્ષિણ અમેરિકા, એન્ટાકર્ટિકા, ઉરૂગ્વે અને બ્રાઝિલ જેવા દેશોમાં દેખાશે. એન્ટાર્કટિકામાં તે વધુ દેખાશે.

વિજ્ઞાનની દ્રષ્ટિએ સૂર્ય ગ્રહણ એટલે શું?
પૃથ્વી સૂર્યનો ઉપગ્રહ છે અને તેનું ચક્કર લગાવે છે. જ્યારે ચાંદો પૃથ્વીનો ઉપગ્રહ છે અને તેનું ચક્કર લગાવે છે. એટલે કે સૂર્ય, પૃથ્વી, અને ચાંદો ત્રણેય પરિક્રમા કરે છે. આ દરમ્યાન જ્યારે પણ આ ત્રણેય એક સીધી રેખામાં આવે છે તેને સૂર્યનો પ્રકાશ ચાંદો ઢાંકી દે છે. આ ઘટનાને સૂર્ય ગ્રહણ કહેવાય છે.

પૌરાણિક કથાનુસાર ગ્રહણ એટલે શું?
પૌરાણિક કથા મુજબ એક વખત સમુદ્ર મંથન દરમ્યાન અસુરો અને દાનવોની વચ્ચે અમૃત માટે ઘમાસણ ચાલી રહ્યું હતું. આ મંથનમાં અમૃત દેવાતાઓને મળ્યું પરંતુ અસુરોએ તેને છીનવી લીધું. અમૃતને પાછું લાવવા માટે ભગવાન વિષ્ણુએ મોહિની નામની સુંદર કન્યાનું રૂપ ધારણ કર્યું અને અસુરો પાસેથી અમૃત લઇ લીધું. જ્યારે તેઓ અમૃત લઇને દેવતાઓની પાસે પહોંચ્યા અને તેમને પીવડાવા લાગ્યા તો રાહ નામનો અસુર પણ દેવતાઓની વચ્ચે જઇ અમૃત પીવા માટે બેસી ગયો. જેવું અમૃત પીને હટી ગયા, ભગવાન સૂર્ય અને ચંદ્રને ખ્યાલ આવી ગયો કે આ અસુર છે. તરત જ તેમણે અમૃત છીનવી લીધું અને વિષ્ણુજીએ પોતાના સુદર્શન ચક્રથી તેનું ધડ અલગ કરી દીધું. કારણ કે અમૃત પીધું હતું એટલે તે મર્યો નહીં. તેનું માથુ અને ધડ રાહુ અને કેતુ નામના ગ્રહ પર તૂટીને સ્થાપિત થઇ ગયું. એવી માન્યતા છે કે આ ઘટનાના લીધે સૂર્ય અને ચંદ્રને ગ્રહણ લાગે છે. તેના લીધે તેની ચમક થોડાંક સમય માટે જતી રહે છે. તેની સાથે એમ પણ મનાય છે કે જે લોકોની રાશિમાં સૂર્ય અને ચંદ્ર હાજર હોય છે તેમના માટે આ ગ્રહણ ખરાબ પ્રભાવ પાડે છે.

2018ની સાલમાં 3 સૂર્યગ્રહણ અને 2 ચંદ્રગ્રહણ
આપને જણાવી દઇએ કે આ વર્ષે એટલે કે 2018મા પાંચ ગ્રહણ થશે. તેમાંથી 3 સૂર્યગ્રહણ અને 2 ચંદ્રગ્રહણ છે. 15 ફેબ્રુઆરીના રોજ 2018નું પહેલું સૂર્યગ્રહણ છે. ત્યારબાદ 13 જુલાઇના રોજ બીજું અને 11 ઑગસ્ટના રોજ ત્રીજું સૂર્યગ્રહણ દેખાશે. જ્યારે પહેલું ચંદ્રગ્રહણ 31 જાન્યુઆરીના રોજ હતું અને બીજું ચંદ્રગ્રહણ 27-28 ઑગસ્ટના રોજ હશે.