Solar Eclipse and Shani amavasya: Do this mantra to get good result
  • Home
  • Astrology
  • 11મી ઓગસ્ટે શનિવારી અમાવાસ્યાએ થતું ગ્રહણ આ રાશિઓ પર પાડશે ખરાબ અસર

11મી ઓગસ્ટે શનિવારી અમાવાસ્યાએ થતું ગ્રહણ આ રાશિઓ પર પાડશે ખરાબ અસર

 | 5:42 pm IST

11મી ઓગસ્ટે અષાઢ માસનો છેલ્લો દિવસ એટલે કે અમાસ છે આ દિવસે શનિવાર હોવાથી શનિવારી અમાવાસ્યા છે. આ દિવસે વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ છે. આથી આ ભાગ્યેજ થતો વિશેષ સંયોગ છે જે જ્યોતિષની દ્રષ્ટિએ કેટલીક રાશિઓ પર ખરાબ અસર પાડશે. જાણો કઈ રાશિઓને થઈ શકે અસર..

ક્યારે થશે ગ્રહણ
આ ગ્રહણ શનિવારે બપોરે 1.32 મિનિટે શરૂ થશે. કુલ 3 કલાક અને 30 મિનિટ સુધીનું રહેશે. ગ્રહણનો સૂતક કાળ તેનો વેધ શરૂ થવા સાથે જ એટલે કે 10મી ઓગસ્ટથી રાતના 1.21 મિનિટથી શરૂ થશે. ભારતીય સમય અનુસાર દિવસે 1.21 મિનિટે ગ્રહણનો સ્પર્શ થશે. 15.16 મિનિટે મધ્યકાળ હશે અને સાંજે 5.01 મિનિટે તેનો મોક્ષ થશે.  આ સૂર્ય ગ્રહણ પણ આંશિક હશે. વર્ષનું આખરી સૂર્યગ્રહણ ભારતમાં નહિં દેખાય, તે પડોશી દેશ ચીન અને તે સિવાય નોર્થ અમેરિકા, નોર્થ પશ્રિમી એશિયા, સાઉથ કોરિયા અને મોસ્કોમાં પણ દેખાશે.

આ ગ્રહણનું સૂતક નહિં લાગે ભારતમાં
આ ગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોવાથી તેનું સૂતક પણ ભારતમાં લાગશે નહિં.

કેમ થશે રાશિઓનો અસર
આ ગ્રહણ કર્ક રાશિમાં થવા જઈ રહ્યું છે જેથી 4 રાશિઓ મેષ, મકર, તુલા અને કુંભ રાશિના લોકો માટે શુભ ફળદાયી નિવડશે.  કર્ક રાશિમાં ગ્રહણ થતું હોવાથી કર્ક સિવાય મિથુન અને સિંહ રાશિના જાતકો માટે શુભ નથી. એમને કષ્ટ થઈ શકે છે. આ રાશિઓના જાતકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. ધન ખર્ચને લઈને વિશેષ ધ્યાન આપવું જોઈએ.

દોષ નિવારણ માટે મંત્ર
શનિવારી અમાસ એ જ એક મોટો સંયોગ છે વળી તેમાં એ દિવસે ગ્રહણ હોવાથી મંત્ર સિદ્ધિ માટે ઉત્તમ દિવસ છે. જે લોકોની કુંડળીમાં  શનિ દોષિત થતો હોય તેવા લોકોએ શનિ મંત્રનો જાપ કરવો જોઈએ.

શનિ મંત્રો જેવા કે બીજ મંત્ર ૐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનેશ્ચરાય નમઃ કે પછી સામાન્ય મંત્ર ૐ શં શનૈશ્ચરાય નમઃનો જાપ કરવો જોઈએ. તેનાથી શનિદોષ શાંત થાય છે. અને પિતૃઓને પણ મુક્તિ મળે છે.

આ દિવસ પિતૃઓની મુક્તિ માટે સારો દિવસ છે. શનિવારી અમાસના દિવસે શાસ્ત્રોમાં બતાવવામાં આવેલા ઉપાયો કરવાથી પિતૃઓની મુક્તિ થાય છે.