Solar Eclipse: It is happening after 40 year when..
  • Home
  • Astrology
  • 44 વર્ષ બાદ સૂર્ય ગ્રહણનો અનોખો સંજોગ, ખૂબ જ અપશુકનિયાળ મનાશે, કારણ કે….

44 વર્ષ બાદ સૂર્ય ગ્રહણનો અનોખો સંજોગ, ખૂબ જ અપશુકનિયાળ મનાશે, કારણ કે….

 | 9:50 am IST

શુક્રવાર 13 જુલાઈના રોજ વર્ષ 2018નો બીજો સૂર્ય ગ્રહણ જોવા મળશે. સૂર્ય ગ્રહણ સાથે ઘણી બધી વાર્તાઓ જોડાયેલી છે. જેના અનુસાર લોકો પોતા માટે ગ્રહણને શુકન અને અપશુકન ગણતા હોય છે. જેમ બીજા બધા કામોમાં તારીખનું ખાસ મહત્વ હોય છે તે પ્રમાણે જ સૂર્ય ગ્રહણમાં તારીખોનું ખાસ મહત્વ હોય છે. ઘણી બધી એવી તારીખો છે કે જેને આપણા સમાજમાં અપશુકન માનવામાં આવે છે. આવી જ એક તારીખ છે 13 તારીખ, અને જો તે દિવસે શુક્રવાર હોય તો તેને ખૂબ જ મોટું અપશુકન માનવામાં આવે છે. નાસા અનુસાર 44 વર્ષ પહેલાં 13 ડિસેમ્બર,1974ને શુક્રવારના દિવસે આવો સંયોગ બન્યો હતો.

હકીકતમાં આ અઠવાડિયે થનાર આંશિક સૂર્ય ગ્રહણ 13મી જુલાઈ, શુક્રવારના દિવસે થવાનું છે. આખી દુનિયામાં આ તારીખને અપશુકન માનવામાં આવે છે અને લોકો આ દિવસે કોઈપણ શુભ કામની શરૂઆત કરવાથી બચે છે. હવે આ સંયોગ 2080માં 13 સપ્ટેમ્બરના રોજ સર્જાશે, ત્યારે પણ શુક્રવારનો જ દિવસ હશે.

આ સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. પણ ઇંગ્લેન્ડના ગ્રીનવિચ શહેરમાં બપોરે 1.30 વાગ્યે જોવા મળશે તેમજ અમેરિકાના પૂર્વી તટ પર સવારે 9.30 વાગ્યે દેખાશે. તે સિવાય આ નજારો ઓસ્ટ્રલિયાના દક્ષિણી વિસ્તાર અને મેલબર્નમાં જોવા મળશે. 13 જુલાઈના રોજ યોજાનાર સૂર્ય ગ્રહણ ભારતીય સમયાનુસાર 7 વાગ્યાને 18 મિનિટ પર શરૂ થશે. ઓગસ્ટમાં વર્ષનું ત્રીજું સૂર્ય ગ્રહણ પણ દેખાશે. આ સૂર્ય ગ્રહણ ઉત્તરી યુરોપ અને પૂર્વ એશિયામાં નજરે પડશે.