પૃથ્વીની સાથે અથડાશે સૌર તૂફાન, મોબાઈલ-GPS-ટીવી થશે બંધ - Sandesh
  • Home
  • Featured
  • પૃથ્વીની સાથે અથડાશે સૌર તૂફાન, મોબાઈલ-GPS-ટીવી થશે બંધ

પૃથ્વીની સાથે અથડાશે સૌર તૂફાન, મોબાઈલ-GPS-ટીવી થશે બંધ

 | 11:32 am IST

હવામાન વિભાગના વૈજ્ઞાનિકો તરફથી આગામી 24 કલાકમાં ભારતના ઘણાં જિલ્લામાં ભયંકર તૂફાનની ચેતાવણી આપી છે. પરંતુ આ માત્ર એટલે જ નથી અટકવાનું, કારણ કે આગામી 24 કલાકમાં અંતરિક્ષથી પણ ભયંકર તૂફાન ધરતી સાથે અથડાવવા જઈ રહ્યું છે. જેના કારણે સેટેલાઈટ્સથી લઈ મોબાઈલ ઈન્ટરનેટ જેવી સુવિધાઓ બંધ થઈ શકે છે. ખાસ વાત એ છેકે અંતરિક્ષમાંથી આવનાર તૂફાન સીધા સૂર્યમાંથી નીકળશે. જેને વૈજ્ઞાનિકો તરફથી સોલર સ્ટોર્મ, સોલર તૂફાન અથવા સૌર તૂફાન કહે છે.

આ તૂફાનની અસર ઘણી વિચિત્ર રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે. તૂફાનની અસર દુનિયાના ઘણાં દેશો પર પણ જેવા મળી શકે છે. જેમાં ભારતનો પણ સમાવેશ થઈ રહ્યો છે. ભારતના પણ કેટલાક વિસ્તાર પ્રભાવિત થવાની શક્યતા છે. જેમાં ભારતના પશ્ચિમી પ્રદેશોમાં સૌથી વધુ અસર થશે. તેમજ વીજળી ઉત્પાદનમાં થશે સૌથી મોટી અસર થવાનું માનવામાં આવી રહ્યું છે.


શું છે સૂર્ય તૂફાન
જેમાં સૂર્યની સપાટી પર મોટા પ્રમાણમાં વિસ્ફોટ થતાં હોય છે, જેમાં મોટાં પ્રમાણમાં ચમકતો પ્રકાશ સાથે વિપુલ પ્રમાણ ઊર્જા છોડાવમાં આવતી હોય છે. જેને SUN Flayer કહેવામાં આવે છે. સૂર્યની સપાટી પર થનાર વિસ્ફોટના કારણે મોટાં પ્રમાણમાં ચુંબકીય ઉર્જાનું ઉત્પાદન થાય છે, જેના કારણે કોરોના અથવા સૂર્યની બાહ્ય સપાટીનો કેટલોક ભાગ ખૂલી જતો હોય તેમ બને છે. જેના કારણે ઉર્જા બહારની તરફ નીકળતી હોય છે અને આગની જવાળા જેવું લાગે છે. આ કણ ન્યૂક્લિયર પાર્ટિકલ માફક હોય છે અને સમગ્ર બ્રહ્માંડમાં ફેલાઈ જતાં હોય છે. જેને સૌર તૂફાન કહેવામાં આવે છે. જેના કારણે જબરજસ્ત ન્યૂક્લિયર રેડિએશન પણ થતું હોય છે. જે સૌથી વધુ ઘાતક હોય છે.