સૈનિક પતિના પ્રાઇવેટ પાર્ટ પર પત્નીએ લગાવ્યું ઝેરી લોશન, પછી થઇ જોવા જેવી

મહારાષ્ટ્રના અહમદનગરમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. ભારતીય સેનાના જવાન દ્વારા પોતાની પત્ની પર આરોપ લગાવવામાં આવ્યો છે કે યૌન સુખ(Sexaul Pleasure) પામવા માટે પ્રાઇવેટ પાર્ટ્સ પર લગાવવા માટે એક લોશન આપ્યું હતું કે જે ઝેરીલા પદાર્થો વડે બનેલું હતું. જવાન દ્વારા તેની પત્ની સાથે, બોયફ્રેન્ડ પણ સામેલ હોવાની શંકા કરવામાં આવી રહી છે.
અહમદનગર પોલીસ દ્વરા જવાના નિવેદનના આધાર પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તાલુકા નગર પોલીસ સ્ટેશન અધિકારીઓ દ્વારા IPC 308 અંતર્ગત FIR દાખલ કરવામાં આવી છે. આ પ્રકારના કેસમાં જો આરોપ સાબીત થાય તો આરોપીને સાત વર્ષની જેલની સજા થઇ શકે છે.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, સેનામાંથી થોડાક દિવસની રજા લઇને જવાન ઘરે રજા પર ગયો હતો. તેની પત્નીએ પ્રાઇવેટ પાર્ટ્સ પર લગાવવા માટે એક લોશન આપ્યું અને જણાવ્યું હતું કે આ લોશન લગાવવાથી યૌન સુખની ચરમ સીમા સુધી પહોંચી શક્યા છે. પત્નીના કહેવા પર પતિ દ્વારા આ લોશન લગાવવામાં આવ્યું હતું. લોશન લગાવ્યાના થોડા સમય બાદ ભયંકર દુખાવો અને ધીરે-ધીરે ગંભીર બિમારીની નજીક લઇ જઇ રહ્યું હતું.
શંકા પડતા જવાને ડૉક્ટરની મુલાકાત લીધી હતી. જ્યાં ડૉક્ટર દ્વારા માહિતી આપવામાં આવી હતી કે આ લોશન એકદમ ઝેરીલા પદાર્થ દ્વારા બનાવવામાં આવ્યું છે અને આ લોશનનો ઉપયોગ કરવો ખતરનાક સાબીત થઇ શકે છે. જ્યારે આ ઘટના બાદ જવાનનું માનવું છે કે પોતાનાથી છૂટકારો મેળવવા તેની પત્ની દ્વારા આ કાવતરૂ ઘડવામાં આવ્યું છે.
જ્યારે અહમદનગર પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ કેસમાં બે વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં જવાનની પત્નિ સિવાય અન્ય એક વ્યક્તિ સામેલ છે. જોકે પોલીસ દ્વારા બેમાંથી એકપણની ધરપકડ કરવામાં આવી નથી. જેના કારણમાં પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જવાનની પત્ની હાલ પીયર ગઇ છે, જ્યારે અન્ય એક વ્યક્તિની શોધખોળ ચાલું છે.