સુલેમાનીનાં મોત બદલ ઈરાને અમેરિકી પ્રમુખ ટ્રમ્પ સામે અરેસ્ટ વોરંટ જારી કર્યું - Sandesh
  • Home
  • World
  • સુલેમાનીનાં મોત બદલ ઈરાને અમેરિકી પ્રમુખ ટ્રમ્પ સામે અરેસ્ટ વોરંટ જારી કર્યું

સુલેમાનીનાં મોત બદલ ઈરાને અમેરિકી પ્રમુખ ટ્રમ્પ સામે અરેસ્ટ વોરંટ જારી કર્યું

 | 12:57 am IST

। તેહરાન ।

અમેરિકા અને ઈરાન વચ્ચેનાં તણાવ વચ્ચે ઈરાને સોમવારે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં નામનો અરેસ્ટ વોરંટ જાહેર કર્યું છે અને ઈન્ટરપોલ પાસે ટ્રમ્પની ધરપકડ કરવામાં મદદની પણ માંગી છે. ઈરાને ટ્રમ્પ પર આરોપ લગાવ્યો છે કે તેણે ઘણાં લોકો સાથે મળીને બગદાદમાં ડ્રોન સ્ટ્રાઇક કરી જેમાં ઇરાનનાં ટોપ જનરલ કાસિમ સુલેમાનીનું મૃત્યુ થયું હતું. તેહરાનનાં પ્રોસિક્યૂટર અલી અલકસિમેરે સોમવારે કહ્યું કે, ઈરાને ટ્રમ્પ અને ૩૦થી વધુ લોકો પર આરોપ મૂક્યો છે કે ૩ જાન્યુઆરીએ થયલે હુમલામાં તેઓ સામેલ હતા જેમાં સુલેમાનીનું મૃત્યુ થયું હતું. આ લોકો પર હત્યા અને આતંકવાદનો આરોપ લગાવવામાં આવ્યો છે. અલીએ ટ્રમ્પ ઉપરાંતનાં અન્ય લોકોની ઓળખ જાહેર કરી નથી પણ તેણે દાવો કર્યો છે કે ટ્રમ્પનાં રાષ્ટ્રપતિ પદનો કાર્યકાળ પૂરો થયા બાદ પણ તેને સજા અપાવવાનાં પ્રયત્નો ચાલુ રહેશે.

ઉચ્ચસ્તરીય રેડ નોટિસ જાહેર કરવા માગણી કરાઈ

અલીએ કહ્યું કે, ઈરાને ટ્રમ્પ અને અન્ય આરોપીઓનાં લોકેશન જાણીને તેમની ધરપકડ કરી શકાય માટે ઈન્ટરપોલને ઉચ્ચસ્તરીય રેડ નોટિસ જાહેર કરવાની અપીલ કરી છે. જોકે માહિતી અનુસાર ઇન્ટરપોલ રાજનીતિક પ્રવૃત્તિમાં સામેલ નથી થતું હોવાને લીધે તેણે આ અપીલમાં કોઈ એક્શન લીધું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન