આ ટોપી સાથે રાખશો તો ક્યારેય મોબાઈલની બેટરી થશે નહી ડાઉન - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • આ ટોપી સાથે રાખશો તો ક્યારેય મોબાઈલની બેટરી થશે નહી ડાઉન

આ ટોપી સાથે રાખશો તો ક્યારેય મોબાઈલની બેટરી થશે નહી ડાઉન

 | 3:38 pm IST

હાલમાં પ્રતિદિવસે નવી નવી ટેકનોલોજી આવતી રહે છે. ટેક જગતમાં એવી ડિવાઈસનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જે સૌર ઉર્જાની મદદથી ગેજેટ્સને ચાર્જ કરવામાં મદદરૂપ સાબિત થાય. આ વાતને ધ્યાનમાં રાખીને લોસ એન્જલ્સની સ્ટાર્ટઅપની કંમ્પની સોલસોલ(SolSol)એ નવી બેસબોલ કેપ બનાવી છે, જે સૌરઉર્જાથી તમારા ડિવાઈસને ચાર્જ કરવામાં મદદ કરશે.

એક કલાકમાં કરશે 200mAh બેટરી ચાર્જ

સોલસોલ કંપનીએ કહ્યું કે, સોલર પેનલથી બનાવેલી બેસબોલ કેપ તમારી ડિવાઈસની બેટરીને એક કલાકમાં 200mAh સુધી ચાર્જ કરી શકે છે. આની નિર્માતા કંપની આ બેસબોલ ટોપીની ક્ષમતા વધારવાની કોશિશ કરી રહી છે.

1489640474-15mm2

બેસબોલ કેપ પર લાગેલા છે સોલર પેનલ

આ બેસબોલ કેપમાં બ્રિમ એટલે કે, એની આજુબાજુની ધાર પર નાના-નાના સૌલર પેનલ લાગેલા છે. જે સૌરઉર્જાને ઈલેક્ટ્રીસિટીમાં બદલીને તમારા સ્માર્ટફોન અથવા ટેબલેટને સરળતાથી ચાર્જ કરવામાં મદદ કરે છે. ગેજેટ્સને ચાર્જ કરવામાં તમારે માત્ર એક યૂએસબી કેબલની જરૂરત પડશે. આ યૂએસબી કેબલ બેસબોલ કેપના બ્રિમ સાથે એટેચ થઈ જશે. તમને જણાવી દઈએ કે, આમા બેટરી પેક લાગેલૂ નથી એટલે કે, આમા વિજળીને સ્ટોર કરીને રાખી શકાય નહી. પરંતુ ક્યાય બહાર જતી વખતે આ ટોપી ગેજેટને ચાર્જ કરવા માટે એક સારો એવો વિકલ્પ બની રહે છે.

1489640454-15mm3

કિંમત

કિંમતની વાત કરીએ તો આ બેસબોલ ટોપીની કિંમત લગભગ 56 ડોલર (લગભગ 3675 રૂપિયા)માં વેચાણ માટે ઉપલબ્ધ થશે. એવી આશા રાખવામાં આવી રહી છે કે, હોલીવૂડ લવર્સને આ ખુબ જ પસંદ આવશે.