કરજના ચક્રવ્યુહમાંથી મુક્ત થવાનો આ છે ઉત્તમ ઉપાય - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • કરજના ચક્રવ્યુહમાંથી મુક્ત થવાનો આ છે ઉત્તમ ઉપાય

કરજના ચક્રવ્યુહમાંથી મુક્ત થવાનો આ છે ઉત્તમ ઉપાય

 | 11:34 am IST

જ્યારે વ્યક્તિનો સમય ખરાબ ચાલતો હોય ત્યારે તેના પર અનેક સમસ્યાઓ આવી પડે છે. આવી સ્થિતીમાં નાણાંકીય ભીંસ પણ વધતી જાય તો કરજના ચક્રવ્યુહમાં ફસાઈ જતાં સમય નથી લાગતો. ત્યાર પછી સમય એવો આવે છે કે કરજ માથેથી ઉતરતું જ નથી અને તેમાં વધારો પણ થયા જ કરે છે. જો કે આ સ્થિતી માટે ક્યારેય ઘરનું ખોટું વાસ્તુ પણ જવાબદાર હોય શકે છે. તો જાણી લો કે કરજનું સંકટ માથે ન તોળાય તે માટે વાસ્તુના કયા નિયમોનું પાલન કરવું જોઈએ.

– ઉત્તર કે પૂર્વની દીવાલ પર લાગાવેલા દર્પણ લાભદાયી બને છે. દક્ષિણ પશ્ચિમની દીવાલ પર દર્પણ લગાવવાથી તે હાનિકારક સાબિત થાય છે.
– ઉત્તર-પૂર્વ તરફની સપાટીને 2થી 3 ફૂટ ઊંડી કરાવી દો. ઉત્તર દિશા તરફ ઢાળ જેટલો વધુ હશે તેટલી સંપત્તિની વૃદ્ધિ પણ થશે.
– દક્ષિણ-પશ્ચિમ અથવા દક્ષિણ દિશામાં જમીનમાં ટાકી, કૂવો અથવા નળ ન હોવો જોઈ. આમ થવાથી ઘરમાં દરિદ્રતા આવે છે.
– પૂર્વ તથા ઉત્તર દિશામાં ભૂલથી પણ ભારે વસ્તુઓ ન રાખો, નહીંતો દેવા સાથે નુકસાન ભોગવવાનો પણ વારો આવી શકે છે.
– ઘર બનાવતી વખતે ઉત્તર તથા દક્ષિણની દીવાલો બિલકુલ સીધી રાખો, ઉત્તરની દીવાલ થોડી નીચી હોવી જોઈએ. કોઈ ખૂણો કપાયેલો ન હોવો જોઈએ. ખોટી દીવાલથી પણ નાણાની ભીંસ પડી શકે છે.
– ઘરના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં ટોઈલેટ ક્યારેય ન બનાવવું જોઈએ. આમ થવાથી વ્યક્તિ પર દેવાનો ભાર વધતો રહે છે.
– જો કોઈ કારણોથી તમે દેવું કર્યું હોય તો દેવાનો પહેલો હપ્તો મંગળવારે ચૂકવવો જોઈએ. વાસ્તુ શાસ્ત્રની માન્યતા મુજબ આમ કરવાથી દેવું જલદી ઉતરી જાય છે.