Somantha Temple Vayu Cyclone Video Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • સોમનાથમાં ‘વાયુ’નો કહેર શરૂ, ધૂળની ડમરીવાળો Video જોઇ થઇ જશો અવાક

સોમનાથમાં ‘વાયુ’નો કહેર શરૂ, ધૂળની ડમરીવાળો Video જોઇ થઇ જશો અવાક

 | 3:51 pm IST

ભારતીય દક્ષિણ મહાસાગરમાં ઉદભવેલ હવાનું લો પ્રેસર ચક્રવાતમાં પરિવર્તિત થઈ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ તરફ આવીને ખાનાખરાબી સર્જવાની આશંકાને કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ કલેક્ટર સહિતના ઓફિસરો અને ફાયરબ્રિગેડના કર્મચારીઓ તેમજ મામલતદાર, ટીડીઓ, પ્રાંત અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાની સુચના આપી જેઓ રજા પર હોય તેઓની રજા તાત્કાલીક અસરથી કેન્સલ કરી દીધી છે.

ત્યાં જ સોમનાથ મંદિરની આસપાસ દરિયો ગાંડોતૂર બની ગયો છે. વાયુ વાવાઝોડાનાં ત્રાટકવા પહેલા જ તેની અસર આ વિસ્તારમાં જોવા મળી રહી છે. વાયુનો કહેર કેવો હશે તેની ચેતવણી તેના 60 કલાક પહેલા જ આ વીડિયો દ્વારા મળી રહી છે. ગુજરાતનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં હાલમાં પરિસ્થિતિ બદલાઇ ગઇ છે અને કેટલાક વિસ્તારોમાં તો વરસાદ પણ શરૂ થઇ ગયો છે તો ક્યાંક ક્યાંક પવનની ડમરીઓ ઉડવા લાગી છે. વીડિયોમાં સાફ જોઇ શકાય છે કે, વાયુનાં આગમન પહેલા જ તેની દહેશત આ વીડિયોનાં માધ્યમથી સમજી શકાય છે. તમને જણાવી દઇએ કે, વાયુ વાવાઝોડાની અસર જામનગર અને દ્વારકામાં પણ જોવા મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન