મહિલા દિન સ્પેશિયલઃ આમ કોઈ તમારો વાળ પણ વાંકો કરી શકે નહીં - Sandesh
NIFTY 10,360.15 -50.75  |  SENSEX 33,685.54 +-150.20  |  USD 64.9300 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • મહિલા દિન સ્પેશિયલઃ આમ કોઈ તમારો વાળ પણ વાંકો કરી શકે નહીં

મહિલા દિન સ્પેશિયલઃ આમ કોઈ તમારો વાળ પણ વાંકો કરી શકે નહીં

 | 3:44 pm IST

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન છે અને ચારે તરફે મહિલાઓ, દિકરીઓ તથા છોકરીઓની સુરક્ષા, તેમની પ્રગતિ તેમજ તેમના પ્રત્યેના ભેદભાવને દૂર કરવાની હિમાયત કરાય છે. આ સમયે મહિલાઓની સુરક્ષા પણ ખુબ જ મહત્વનો મુદ્દો છે. આથી મહિલાઓની સુરક્ષા માટેના કેટલાક એપની અત્રે આપણે ચર્ચા કરીશું.

માય સેફટીપિન એપઃ
મહિલાઓની સુરક્ષા માટે આ એપ ખુબ જ મનગમતો છે. અસુરક્ષિત વિસ્તારમાં પ્રવેશ કરતાં જ આ એપ એલર્ટ આપે છે. આથી મિત્ર કે પરિવારને ઈન્વાઈટ કરતાં તેઓ તમને ટ્રેક કરી લેશે. લેટ નાઈટ ક્યાંક જવું હોય તેનાથી સુરક્ષિત માર્ગ પણ પસંદ કરી શકાય છે.

વુમન સેફટીએપઃ
બીજા એપથી સંકટ સમયે મેસેજ મોકલી શકાય છે.

રેડ આઈ ટેપઃ
તમને ટ્રેક કરે છે. જો તમે સંકટમાં સપડાઈ જાવ તો તુરત એલર્ટ મોકલી દે છે. આ સાથે કોઈ પણ વ્યક્તિ બળજબરીની ફોન સ્વિચઓફ પણ કરી શકે નહીં.

રક્ષાવુમન સેફટીઃ
આ એપમાં એક સ્વિચ હોય છે. તેના થકી નજીકના સગાઓને લોકેશન મોકલી શકાય છે. જો એપ બંધ હોય તો પણ વોલ્યુમ કિને ત્રણ સેકન્ડ દબાવી રાખતા જ પસંદગીના કોન્ટેક્ટ નંબર પર મેસેજ પહોંચી જશે.

ચિલ્લા એપ¬¬: આ એપ મહિલાની ચીસને ડિટેક્ટ કરે છે અને ચીસ સાંભળતા જ ડ્રિગર થઈ જાય છે. આ માટે ફોન અનલોક કરી એપ ખોલવાની પણ જરૂર નથી.
શેક ટુ સેફટી : આ એપ મારફતે ઓળખીતાઓને સરળતાથી એલર્ટ મોકલી શકાય છે. સંકટ સમયે માત્ર ફોન હલાવો અથવા ચાર વાર પાવર કી દબાવો. આ એપમાં લોકેશનનો ફોટો મોકલી શકાય છે અથવા મેસેજ પણ રેકોર્ડ કરી મોકલી શકાય છે.