NIFTY 9,386.15 -52.10  |  SENSEX 30,365.25 +-205.72  |  USD 64.8725 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • ઘરની સ્ત્રીઓ હશે ખુશ તો ધનમાં સતત થશે વૃદ્ધિ, જાણો નાની પણ કામની વાતો

ઘરની સ્ત્રીઓ હશે ખુશ તો ધનમાં સતત થશે વૃદ્ધિ, જાણો નાની પણ કામની વાતો

 | 3:08 pm IST

વધતી જતી મોંઘવારીની પરેશાની બાદ ડીમોનેટાઈઝેશનના લીધે હાલ થોડાક સમય પૂરતું સામાન્ય નાગરિક માટે ઘરનું બજેટ સંભાળવું મુશ્કેલ થઈ ગયું છે. આજકાલ મોટાભાગના માણસો એ જ ચિંતામાં રહે છે કે કેવી રીતે ઘરની જરૂરિયાતોને પૂરી કરવી. પણ ચિંતા કરવાથી ન તો તમારી સમસ્યા દૂર થશે, ન ઘરનું બજેટ સચવાશે. આ માટે અહીં થોડા પ્રયોગ જણાવીએ છીએ જે કરવાથી તમારા ઘરનું બજેટ સાચવવામાં તમને સફળતા મળી શકે અને તમે થોડી બચત પણ કરી શકો.

એક ઉપાય તો એ છે કે તમારી આવક વધારો પણ આવક વધારવાથી થોડી રાહત તો મળી જશે પણ સમસ્યાથી પૂરી રીતે મુક્તિ નહીં મળે. સમસ્યાથી સંપૂર્ણ રીતે મુક્તિ મેળવવા માટે આ નાના-નાના પ્રયોગો અજમાવી શકો છો.

અન્નથી કરો શરૂઆત
અન્ન જ મનુષ્યને જીવાડે છે એટલે રસોડાથી કરો બજેટ સાચવવાની શરૂઆત. દેવી અન્નપૂર્ણાને અનાજ અને ભંડારની દેવી કહેવાય છે. શાસ્ત્રો મુજબ જે ઘરમાં અન્નપૂર્ણાની કૃપા રહે છે તે ઘરમાં ક્યારે પણ ધનની અછત નહીં રહે. આથી લક્ષ્મી સાથે દેવી અન્નપૂર્ણાને પણ તમારા રસોડામાં સ્થાન આપો.

આ બન્ને દેવીઓની નિયમિત સવાર-સાંજ રસોઈ ઘરમાં પૂજા કરો અને ધૂપ-દીપ કરો. એનાથી તમારો ભંડાર હંમેશા ભરાયેલો રહેશે અને ઘરનું બજેટ જાળવવામાં અને બચત કરવામાં તમને સફળતા મળશે.

રોજિંદા જીવનમાં કરો આ સેવા
– શાસ્ત્રોમાં ગાયને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. કારણ કે ગાયનાં શરીરના દરેક અંગમાં કોઈ ને કોઈ દેવતાનો વાસ છે. આથી રોજિંદા જીવનમાં એક સેવા કરવાની ટેવ શામેલ કરી લો કે દિવસની એક રોટલી ગોળ સાથે ગાયને ખવડાવવી.

– જો સવાર-સવારમાં ગાય ઘરના દ્વાર પર આવી જાય તો તેને રોટલી કે ચારો ખવડાવો. આનાથી તમારી આર્િથક સ્થિતિ સારી રહેશે. ગાય ઉપરાંત કૂતરું પણ એવો જીવ છે જેને નિયમિત રોટલી ખવડાવવી જોઈએ.

– દરવાજા પર કૂતરો આવીને બેસી જાય તો ક્યારેય તેને મારીને ભગાડવો નહીં. તેને રોટલી આપવી જોઈએ. આથી રાહુ, કેતુ અને શનિ ત્રણેય ગ્રહોની અશુભ અસર દૂર થાય છે.

અગ્નિ દેવને પ્રસન્ન રાખો
વડીલોનું કહેવું છે કે તમે કેટલી પણ કમાણી કરી લો પણ જો દેવી-દેવતા પ્રસન્ન નહીં રહે તો તમારી કમાણીમાં બરકત નહીં આવે. આથી કહેવાય છે કે રસોઈ થયા પછી સૌથી પહેલા થોડો ભાગ અગ્નિમાં નાખી દો. અગ્નિમાં નાખવાથી તે હવિષ્યત બની જાય છે અને દેવતાઓ સુધી અંશ પહોંચી જાય છે. આ જ કારણ છે કે શાસ્ત્રોમાં કહ્યું છે કે રસોઈ હંમેશા પોતે જ બનાવવી અને શુદ્ધ થઈને જ બનાવવી જોઈએ. રસોઈ બનાવવી એ યજ્ઞા કરવા સમાન છે આથી નાહી-ધોઈને જ ભોજન બનાવવું જોઈએ. તમે ભોજનનો થોડો ભાગ કોઈને પીરસતા પહેલા ભગવાન માટે કાઢી લો પછી ઘરના સભ્યોને પીરસો. આવું કરવાથી પિતૃઓને પણ સંતુષ્ટિ મળે છે અને ઘરમાં અન્ન, ધન, લક્ષ્મીનો વાસ રહે છે. એટલે કમાણીમાં બરકત આવે છે.

– ઘરની સ્ત્રીનું સન્માન કરો, તે લક્ષ્મીનું જ સ્વરૂપ છે.
– દક્ષિણ દિશામાં પગ કરીને ન સૂવો.
– જેટલું બને તેટલું દાન કરો. હિંદુ શાસ્ત્રોમાં અન્ન દાનને સૌથી મોટું દાન બતાવ્યું છે. જેટલું બની શકે તેટલું અન્નનું દાન કરો. કારણ કે પ્રકૃતિનો એ નિયમ છે કે તમે જેટલું આપો છો તેનાથી બમણું તે તમને પરત કરે છે.
– નળમાંથી પાણી ટપકવું તે આર્થિક ક્ષતિનો સંકેત છે. જો તમારા પણ ઘરમાં આવું થાય તો ટપકતા નળને જલદી ઠીક કરાવો.
– ઘરમાં ક્રોધ, ગુસ્સો, ઝગડો, રૂદન કરવું તે આર્થિક સમૃદ્ધિ અને ઐશ્વર્યનો નાશ કરે છે. તેથી ઘરમાં લડાઈ-ઝગડો-કંકાસ ઊભો ન કરો.
– તિજોરીમાં હળદરની કેટલીક ગાંઠને એક પીળા વસ્ત્રમાં બાંધીને મૂકો. સાથે જ કેટલાક કોડીયા અને ચાંદી, તાંબા વગેરેના સિક્કા પણ મૂકો. થોડા ચોખા પીળા કરીને તિજોરીમાં મૂકો.
– જો તમે અપાર ધનની ઈચ્છા રાખો છો તો સૌ પહેલા હનુમાનજી પાસે તમારા પાપોની ક્ષમા માંગો અને રોજ હનુમાન ચાલીસા વાંચવી અને 5 મંગળવાર કરવા. – વડના પાન પર લોટનો દીવો પ્રગટાવીને મંદિરમાં મૂકીને આવો.
– કપૂર વગેરે સુગંધિત પદાર્થ પ્રગટાવવાથી દેવદોષ અને પિતૃદોષનું શમન થાય છે. તેથી ઘરમાં સવાર સાંજ આરતીમાં કપૂર પ્રગટાવો.

1